________________
હૈયાતિ કાયમજ હોય તે દ્રવ્ય કહેવાય. આ દ્રવ્ય સાથે તે. દ્રવ્યનો સ્વભાવ કે જે કોઈ દિવસ તેનાથી જુદો ન પડી શકે તે ગુણ કહેવાય, અને આકાર વિગેરેમાં ફેરફાર થયા. કરે તે પર્યાય કહેવાય. આવા ગુણ પર્યાયવાળી વસ્તુ તે દ્રવ્ય છે. આમ એક દ્રવ્યમાં ગુણ અને પર્યાય સાથે જોવામાં આવે, અને તે જોતાં પણ દ્રવ્યને ભૂલાય નહિ, એજ રીતે આત્મ દ્રવ્ય જ્ઞાનાદિ ગુણવાળું છે. જુદા જુદા ઉપયાગે બદલાવા તે તેના પર્યાય છે. આ પર્યાયની અપેક્ષાએ. આત્મા અનિત્ય છે. દ્રવ્યની–પિતાની અપેક્ષાએ નિત્ય છે. એ અનિત્યમાં નિત્યને જે–ભુલ નહિ અને નિત્યમાં પણું અનિત્ય પયયને ભૂલ નહિ એ વસ્તુતત્ત્વનું ખરું. સ્વરૂપ છે અને તેને જ સમ્યકૂજ્ઞાન કહે છે.
પાંચ જ્ઞાન તે સમ્યકજ્ઞાન છે ત્યારે પછીનાં ત્રણ જ્ઞાન. તે મિથ્યા જ્ઞાન છે. મન તથા ઈન્દ્રિયોથી-ઈન્દ્રિની મદદથી. થતું જ્ઞાન તે મતિજ્ઞાન છે. સિદ્ધાંતથી–સાંભળવાથી થતા જ્ઞાનને શ્રત જ્ઞાન કહે છે. અથવા શબ્દ અને તેના અર્થના. વિચારને અનુસારે ઇન્દ્રિય અને મનના નિમિત્તે જે બોધ થાય તે શ્રતજ્ઞાન છે. જ્ઞાનાવરણીય કર્મના વિશેષ ક્ષ પશમથી અને ઇન્દ્રિયાદિની મદદ વિના રૂપી પદાર્થના થતા જ્ઞાનને અવધિ જ્ઞાન કહે છે, છતાં પૂર્ણ સ્વરૂપની અપેક્ષાએ આ જ્ઞાન મર્યાદિત છે અને પ્રસંગે તે જ્ઞાન ચાલ્યું પણ જાય છે માટે તે દેશ પ્રત્યક્ષ છે. મનના પર્યાયને જાણનાર