________________
છે એક ચક્ષુદર્શન અને બીજું અચક્ષદર્શન આ પાંચે. ઈન્દ્રથી જે સામાન્ય બોધ થાય છે તે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન છે, તેમાં ઉપર કહેલાં અવધિ અને કેવલ. દર્શન ભેળવતાં દર્શન ઉપગના ચાર ભેદ કહેવામાં. આવ્યા છે.
વસ્તુના વિશેષ બેધને–આકારને જાણનાર તે જ્ઞાન ઉપગ છે. જ્ઞાન વસ્તુની તમામ બાજુઓ ને ભૂતકાળના, વર્તમાનકાળના અને ભવિષ્યના પદાર્થો અને વારંવાર બદલાતા તેના પર્યાને જાણે છે, માટે જ જ્ઞાતા અને દૃષ્ટા એ શુદ્ધ આત્માનું પૂર્ણ લક્ષણ છે.
આ જ્ઞાન પણ સ્વતઃ–પોતાની મેળે કેઈની પણ મદદ સિવાય વસ્તુ તરવને જાણી શકે છે તેમજ ઈન્દ્રિયેની મદદથી પણ વસ્તુને જાણે છે. જે પૂર્ણ જ્ઞાન જેને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે અને જ્ઞાનના આવરણ કરનાર કર્મનો સર્વથા ક્ષય થવાથી જે પ્રગટે છે તે પ્રત્યક્ષ જ્ઞાન છે. શુદ્ધ છે અને કેઈની મદદ સિવાય તે વિશ્વના સર્વ પદાર્થોને, જાણું શકે છે. આ આત્માને ક્ષાયક ગુણ કહેવાય છે. અને તેને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે.
કર્મોના ક્ષપશમથી પ્રગટ થતા જ્ઞાનને મતિજ્ઞાન શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, મતિઅજ્ઞાન, ઋતઅજ્ઞા અને વિભાગ જ્ઞાન કહેવામાં આવે છે, એટલે તેના સા