________________
તત- વિરા હભિવસારી
(A-૨૩) માં રચના તેમણે ન કરી હોય તેમ ભક્તિભર નિર્ભર હૃદયથી સ્તવે છે.
આ ગ્રન્થ માત્ર શ્રી સિદ્ધર્ષિગણિમાં ધૈર્ય લાવનારો છે, એમ કહીએ તો તે પણ ખરેખર આ ગ્રન્થનું પરિપૂર્ણ ગૌરવ બતાવનારૂં થતું નથી, કેમકે માત્ર એટલું જ તેનું મૂલ્ય નથી.
શ્રી તીર્થંકર દેવોના શાસનની મહાસત્તા આ વિશ્વ ઉપર પરોપકારનું મહાન કાર્ય કરી રહેલ છે, એવી પ્રતીત આજે કેટલાને છે ? જો તે ન હોય અને ન હોવાથી વિશ્વોપકારક શાસનની મહાસત્તા ઉપેક્ષા કે દ્રોહ થતો હોય અને તે દ્વારા અનંત સંસાર પરિભ્રમણનું મહાપાતિક લાગતું હોય, તો તેનાથી ઉગારી લેનાર તથા સાચી શ્રદ્ધાને જગાડનાર આ ગ્રન્થ માત્ર શ્રી સિદ્ધર્ષિ નો ઉપકારક નહિ કિન્તુ તેનો આદર પૂર્વક અભ્યાસ વડે સત્ય તત્ત્વનો બોધ પામનાર પ્રત્યેક વ્યક્તિ ઉપર પણ તેટલો જ છે.
ઘર્મનો પ્રરંભ જ પરોપકારની અને પરપીડા પરિવારની ભાવનાથી થાય છે. જેનામાં એ બેમાંથી એકે ભાવના નથી તેમાં ધર્મ જ ક્યાં છે ? | સર્વ ધર્મવાદીઓને આ વાત એકી અવાજે માન્ય છે. આ બન્ને ભાવનાની ટોચે પહોંચેલા શ્રી તીર્થકરોના આત્માઓ ધર્મ પ્રવૃત્તિના નાયક છે, ઘર્મરથના સારથિ છે, ધર્મ સામ્રાજ્યના ચક્રવર્તી છે, એ હકીકતનું રહસ્ય આપણને લલિતવિસ્તરા વૃત્તિ સિવાય બીજું કોણ સમજાવત ? અને જો એ ન સમજાવત તો આપણે આપણા ઉપકારી પ્રત્યે અને વિશ્વના પરમ ઉપકારી પ્રત્યે ભક્તિભાવ ક્યાંથી પ્રગટ કરત? ' લલિતવિસ્તરાગ્રન્થના આવા કેટલાક ઉપકારો છે તે આપણે આ નાની પ્રસ્તાવનામાં ન સમાવી સકીએ. તે તો આ ગ્રન્થનો અભ્યાસ કરવો એ કાંઈ સામાન્ય નથી, તેની પંક્તિએ ન્યાય ભરેલો છે. દર્શન શાસ્ત્ર ભરેલું છે, તર્ક શાસ્ત્ર ગુંથેલું છે. વ્યાકરણ શાસ્ત્ર, અલંકાર શાસ્ત્ર અને સાહિત્ય શાસ્ત્ર પણ અહીં અદ્દભુત રીત સંકલિત થયેલાં જોવા મળે છે, તેને વાંચવાનું કામ એજ જો દુષ્કર છે, તો પછી તેને કેવળ વાંચવું જ નહિ, પણ વિચારવું, પચાવવું અને પ્રચલિત ભાષામાં ઉતારવું એ કેટલું દુષ્કર ગણાય ? છતાં તે કાર્ય અમક અંશે થયેલું આપણી સામે આજે નજરે જોવાય છે.
લલિતવિસ્તરા ગ્રન્થનો અનુવાદ કરવામાં અનુવાદ કરનાર મુનિશ્રીને કેટલો શ્રમ પડ્યો હશે, ઉચ્ચ કોટિના સંસ્કૃતને ગુજરાતી ભાષામાં રજુ કરવા માટે કેટલી કસવી પડી હશે, તે તો તે વિષયના અનુભવીઓ જ જાણી શકે.
આટલું કષ્ટ ઉઠાવવા છતાં કહેવું પડશે કે ગ્રન્થમાં જે ભાવો ભર્યા છે, તેનો એક શતાંશ પણ અનુવાદમાં ઉતરી શક્યો નથી એ ખામી અનુવાદકની છે એમ માનવા કરતાં ગ્રન્થની ગહનતા જ એવી છે કે સમર્થમાં પણ ઐદંયુગીન વિદ્વાનો અને અન્ય ભાષામાં ઉતારવાનો પ્રયાસ કરે તો પણ અમુક ખામી રહી જવાની.
કસમ સા.
ગુજરાતી અનુવાદક