________________
છે
લેત-વિસારા આ ભવસાર રચિત
{A-૨૧ આજે પણ આપણે સારી નરસી ભાવનાનું બળ પ્રત્યક્ષપણે જીવનમાં અનુભવિએ છીએ. એજ અનુભવ આપણને તે સમજવા ફરજ પાડે છે કે શ્રી તીર્થંકર દેવોથી સર્વોત્કૃષ્ટ ભાવના અને એમના લોકોત્તર અચિન્ય પ્રભાવના યોગે જ સંસારના જીવો પાપપરાયણ હોવા છતાં સુખના લેશને પામી શકે છે અને કાળક્રમે ધર્મપરાયણ બનીને મુક્તિના સુખને મેળવી શકે છે.
આ બધું વિચારતા એમ લાગે છે કે વિશ્વમાં મહાસત્તા એક જ છે, અને તે શ્રી તીર્થંકર પરમાત્માઓના શાસનની જ. કેમકે તેમની ભાવના સમસ્ત વિશ્વના પરમ કલ્યાણની સદા રહેલી છે. તથા તેમણે વિશ્વને જે સ્વરૂપ યથાસ્થિતપણે પ્રકાશિત કરેલું છે. અને તેના આધાર પર મુક્તિમાર્ગની સાધના વિશ્વમાં અવિચ્છિન્નપણે ચાલી રહેલી છે.
શાસ્ત્રોમાં કહ્યું છે કે આરાધેલી આજ્ઞા મોક્ષ માટે અને વિરાધેલી આજ્ઞા સંસાર માટે થાય છે. અહીં આજ્ઞા શબ્દનો જ પ્રયોગ શા માટે ? આજ્ઞા એટલે શાસન. આજ્ઞા એટલે મહાસત્તાનું નિયંત્રણ.
કર્મની સત્તા એક મહાન સત્તા છે, એમ આપણે સૌ કોઈ માનીએ જ છીએ પરંતુ તેનાથી પણ મોટી સત્તા રહેલી છે, એ વાત આપણને લલિતવિસ્તરા ગ્રન્થથી જાણવા મળે છે.
આ સત્તાને શ્રી જૈન શાસનની મહાસત્તા કહો, તીર્થકરત્વની મહાસત્તા કહો કે વિશ્વની મહાસત્તા તેમાં કશો જ ફેર પડતો નથી.
જિનેશ્વરો અને તીર્થકરો બે નામ એક જ છે. માત્ર સમજવાનું એટલું છે કે તેમનું શાસન જગત ઉપર કેવી રીતે ચાલે છે ? १ नारका अपि मोदन्ते, यस्य कल्याणपर्वसु ।
વત્ર તસ્ય ચરિત્રે સો વા વતું ક્ષમઃ 9 • પૂ. શ્રી હેમચંદ્રાચાર્ય વી. સ્તો.
માણારદ્ધિ વિરાદ્ધ. ૨, શિવાય ચે ભવાય ૨ | • પૂ. શ્રી હેમચંદ્રાચાર્ય વી. સ્તો. વિશ્વના કોઈ પણ શાસન કરતાં આ શાસન વધુ વ્યવસ્થિત છે, વધુ કલ્યાણકર છે, કર્મની મહાસત્તા નીચે રહેલા જીવોને આ શાસન તેમાંથી છોડાવનાર છે, દુઃખ મુક્ત કરાવનાર છે.
આવી મહાશક્તિ આવતી હોય તો તેને માત્ર વીતરાગ શાસન કહેવાત, માત્ર સર્વજ્ઞનું શાસન કહેવાત, માત્ર કર્મે મુક્તોનું શાસન કહેવાત, પણ તીર્થકરોનું શાસન કેમ કહ્યું ?
શાસ્ત્રમાં આ શાસનને જિનશાસન અર્થાત્ તીર્થકરોના શાસન તરીકે ઓળખાવેલ છે, તેની પાછળ કોઈ વિશિષ્ટ હેતુ રહેલો હોવો જોઈએ. તે આપણે શોધી કાઢવો પડશે તે માટે લલિતવિસ્તરાગ્રન્થ આપણને મહાન સહાય પૂરી પાડે છે.
બાજરાતી અનુવાદક - આ ભ૮રસુરિ મ શાખા ખાણ