________________
Kી
કરી
લિત-વિસ્તરા - એ ઉભદ્રસૂરિ ચ
{A-૨૦) વિશ્વમાં આવી ઉચ્ચ ભાવના શ્રી તીર્થકરોના આત્મા સિવાય બીજાઓમાં પ્રગટી શકતી નથી, એમ લલિતવિસ્તરા ગ્રન્થ સાક્ષી પુરે છે. આ ભાવનાના બળથી જ તીર્થંકર નામકર્મ બંધાય છે, નિકાચિત થાય છે, ઘર્મતીર્થ પ્રવર્તે છે, અધર્મનો નાશ થાય છે અને જીવોનું શાશ્વત કલ્યાણ થાય છે.
આમ કેમ બનતું હશે ? તે માટે કર્મનો નિયમ છે, જે અટલ છે, અકાઢે છે. કરે તેવું પામે, વાવે તેવું લણે; તેમાં મિથ્યા કોઈ કરી શકતું નથી. શ્રી તીર્થંકર દેવોનું આ વાત્સલ્ય કોઈ જીવ માટે નથી, સર્વ જીવ માટે છે. પ્રત્યેકનું સ્થાન તેમના હૃદયમાં અપેક્ષાએ પોતાના આત્માંથી પણ અધિક છે, એ હકીકત આપણને લલિતવિસ્તરા ગ્રન્થ સિવાય કોણ સમજાવી શકે ?
અમને તો એમ લાગે છે કે શ્રી સિદ્ધર્ષિ જેવા મહાપુરૂષનું ચિત્ત ચલિત થયા પછી પણ શ્રી જિનમતમાં અવિચળ સ્થિરતા પ્રાપ્ત થઈ હોય તો તે શ્રી તીર્થકર ભગવંતોમાં પરાર્થવ્યસનિયતા તથા સ્વાર્થ – ઉપસર્જનતા અકૃત્રિમપણે - સહજપણે અનાદિકાળથી રહેલી છે. એ ઉલ્લેખની અસર પણ હોવી જોઈએ. વિશ્વના પ્રભુ બનવાની, ત્રણ લોકના નાયક થવાની લાયકાત એમનામાં જ હોઈ શકે, એ વિચારે અને સાથે અહત શાસનની તક શુદ્ધતા અવિસંવાદિતા અને સર્વસ્વીકારકતાના નિર્ણય તો તેમનામાં સ્થિરતાનો ભાવ પેદા નહિ કર્યો હોય ?
વિશ્વમાં એક એવી શક્તિ તો સ્વીકારવી જ પડે છે કે જે નિત્ય જગતના જીવોનું હિત કરી રહી હોય જેને શાસ્ત્રો ધર્મ તરીકે સંબોધે છે..
આસૂરિ સંપત્તિ અને દૈવી સંપત્તિ, ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ અનાદિ કાળથી ચાલુ છે, તેમાં દૈવી સંપત્તિનો વિજય થાય છે. અને આસૂરિ સંપત્તિનો પરાજય થાય છે. એમ થવાનું કોઈ કારણ તો હોવું જ જોઈએ.
જગતના જીવોનું હિત ચિંતવનારા સત્પરૂષો જેમ વિશ્વમાં મળી આવે છે, તેમ અહિત ચિંતવનારા દુષ્ટ પુરૂષો પણ મળી આવે છે.
દુષ્ટો અહિત ચિંતવે છતાં બધાનું અહિત થતું નથી એટલુંજ નહિ પણ વધારેમાં વધારે છ મહિનામાં સંસારથી એ આત્મા તો સકલ કર્મના બંધનથી છૂટીને મોક્ષ પામે છે, એમાં તે જીવનો પુરૂષાર્થ તો કામ કરે જ છે, પરંતુ પુરૂષાર્થ કરવાની પ્રેરણા અને સામગ્રી તેને કોણ પૂરી પાડે છે ?
કહેવું જ પડશે કે સર્વ જીવોનું આત્યંતિક હિત ઈચ્છનારા શ્રી તીર્થકરોની ભાવના અને એમનો લોકોત્તર અચિત્ય પ્રભાવ એટલો બધો પ્રબળ હોય છે કે તેની આગળ તેનાથી વિરોધી ભાવનાઓ સંસારના અનંતાનંત આત્માઓ કરે તો પણ તે બધાનો પરાભવ પમાડીને શ્રી તીર્થકરોની ભાવના ફલીભૂત થાય છે. કેમ કે તે શુભ હોય છે. અશુભના બળ કરતાં શુભનું બળ વિશેષ જ રહેવાનું.
જ
કરી
રાતી અનુવાદક -
ભદકરિ મ