________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૦
અર્પણ
હૈ! કહાનલાલ ! આપશ્રી ઘણાં વર્ષોથી પ્રવચન, ચર્ચા આદિમાં મુખ્યપણે બે વાત જ કર્યા કરો છો. પરિણામની કર્તા બુદ્ધિ અને પરિણામની જ્ઞાતાબુદ્ધિ તે અનંત સંસારનું કારણ છે. વળી પૂ. ગુરુદેવશ્રીના પ્રતાપે દ્રવ્યનો નિશ્ચય તો મળ્યો હતો. તેમજ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય
પણ બતાવ્યો જ હતો. પરંતુ તેનાં ઉપર જે ધ્યાન ખેંચાવું જોઈએ તે ખેંચાયું નહીં. પરંતુ આપશ્રીએ જ્ઞાનની પર્યાયના નિશ્ચય ઉ૫૨ ધ્યાન ખેંચાવી; આત્મ અનુભવની પૂર્ણ વિધિ દર્શાવી છે. કારણ કે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય ન મળે ત્યાં સુધી અનુભવ થતો નથી. “ જાણનારો જણાય
છે અને ખરેખર ૫૨ જણાતું નથી.” તેમાં અંત્તર્મુખ થવાની વિધિ તો બતાવી જ છે; પરંતુ શ્રેણી સુધીની વાત આવી ગઈ છે. આપશ્રીનાં મુખચંદ્રમાંથી નીકળેલ પ૨મ અમૃતમય ૧૦૦૮ ફૂલડાંઓને ગ્રંથમાં ગૂંથી આપશ્રીની ૯૦મી મંગલમયી જન્મજયંતીએ આપશ્રીના ચરણ
યુગલોમાં સવિનય સાદર અર્પણ કરીએ
છીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com