________________
જૈન દર્શનનો કર્મવાદ
-
-
-
-
-
-
તેજ અંધકારને અંધકાર રૂપમાં સમજી શકે. તેવી રીતે જે જીને સ્વભાવ સ્થિતિનું જ્ઞાન પ્રાપ્ત થયું નથી, એ જીવ, વિભાવ સ્થિતિમાં હોવા છતાં પણ, વિભાવતા સમજી શક્તિ નથી. તેઓને એ ખ્યાલ નથી હોતો કે એ વિભાવ સ્થિતિ ત્યાજ્ય છે. અને તેથી જ વિભાવ સ્થિતિનીં ભયંકરતા તથા તેના ફળ સ્વરૂપે ભેગવાતી દુઓની પરંપરાનું જ્ઞાન તેમને પેદા થતું નથી. તેવા જ્ઞાનના અભાવે તે અજ્ઞાની જીવ દેહાદિ પરભાવના વિષયમાં આત્મભાવની કલ્પના કરે છે.
- વિપરીત કલ્પનાના કારણથી પરભાવ નિમિત્તથી રાગ -દ્વેષ-મહાદિ વિભાવ ઉત્પન્ન થાય છે. 'મન-વચન અને કાયાગની પ્રવૃત્તિઓ પણ પરભાવ-વિભાવને અનુકુલ થાય છે. અને તેના પરિણામ સ્વરૂપ કર્મબન્ધનની જાળમાં જીવ ફસાતે જ જાય છે. માટે તે બન્ધનોથી મુક્ત બનાવી, સ્વભાવ સ્થિતિમાં રાખી પરમ સુખને ભક્તા બનાવવાને માટે આત્મદ્રવ્યના ગુણ અને પર્યાયને વિચાર કરે જોઈએ.
- “હું આત્મા છું” એવી પ્રબલધારણાની વૃદ્ધિ કરવી, આત્માની અનન્ત શક્તિ અને તેના જ્ઞાતા–દષ્ટા આદિનો. વિચાર કરે. આત્માના પ્રત્યેક અંશમાં “હું” અનન્ત બળવાન, જ્ઞાનવાન આત્મા છું, એવી જાગૃતિ રાખવી. એવી જાગૃતિ લાવવાને માટે સર્વ પ્રથમ આત્માના અનન્ત ગુણોનું સ્વરૂપ સમજવું જોઈએ. કારણકે તે અનન્ત ગુણના પ્રગટીકરણને જ આત્માની સ્વભાવ દશા કહેવાય છે.