________________
गुर्जरविवेचनसमन्विता
ગુણોનું સ્તવન કરવારૂપે અને કાયાથી વિનમ્રશીલ થઈને ઝુકવારૂપે-આમ ત્રિક૨ણયોગે આદરપૂર્વક નમન કરીને.
-
હૃદ્ય યુક્તિથી :- (મનોજ્ઞત્વાત્ હૃવિ સ્પુશ્યતે રૂતિ હૃદ્યમ્ એ અર્થ પ્રમાણે) તર્કબદ્ધ અને શાસ્રસાપેક્ષ હોવાના કારણે અત્યંત મનોહર હોવાથી જે તરત ભીતરમાં સ્પર્શી જાય, તેવી હૃદયંગમ અને પ્રસ્તુત વિષયનું તલસ્પર્શી નિરુપણ કરતી એવી યુક્તિઓથી.
શ્રીગુરુતત્ત્વસિદ્ધિને :- રત્નત્રયીને પામવાનું અનન્ય સાધન એટલે (૧) દેવ, (૨) ગુરુ, અને (૩) ધર્મ એ તત્ત્વત્રયી ! તેમાનું ‘ગુરુ’ નામનું તત્ત્વ આજના કાળમાં પણ સુસાધુઓમાં હયાત છે, એની સતર્ક સાબિતી કરનારો યથાર્થનામા ગ્રંથ એટલે ‘શ્રી ગુરુતત્ત્વસિદ્ધિ’ ! તેને.
३
હું કહું છું :- ભવ્યજીવોના હિત માટે જ્ઞાનરૂપે અંદર તૈયાર થયેલું પ્રકરણ, શબ્દરૂપે બહાર જણાવું છું. આ પ્રમાણે પરમાત્મા આદિની સ્તુતિરૂપ મંગળ કરીને અને ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા જણાવીને હવે ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગ્રંથથી જે કહેવાનું છે, તેની ભૂમિકા રજૂ કરે છે -
0
इह केचिद्धर्मार्थिनोऽपि काश्चित्सिद्धान्तगाथाः केषाञ्चित्पार्श्वेऽधीत्य तदध्ययनादेव दुर्दैववशाज्जातमतिविपर्यासा एवं ब्रुवते
૨. ‘ાત્ત્વિજ્ઞાા’ કૃતિ A-C-પ્રતપાન: ।
-
--- ગુરુગુણરશ્મિ --
ભાવાર્થ :- અહીં કેટલાક ધર્માર્થીઓ પણ, કેટલીક સિદ્ધાંતગાથાઓને કોઈકની પાસે ભણીને, તેને ભણવાથી જ દુર્ભાગ્યના વશે ઉત્પન્ન થયેલા બુદ્ધિના વિપર્યાસવાળા તેઓ આ પ્રમાણે બોલે છે.
* પ્રકરણ ભૂમિકા *
વિવેચન ઃ- આ જગતમાં કેટલાક બુદ્ધિશાળી જીવો, મોક્ષના સાધનભૂત શ્રુતધર્મ અને ચારિત્રધર્મને ઝંખનારા છે, પણ તેઓ આવશ્યકસૂત્ર-ઉપદેશમાલા વગેરે સિદ્ધાંતોના કેટલાક શ્લોકોને, કોઈક સ્વચ્છંદબુદ્ધિપૂર્વક ચરનારા અગીતાર્થ પાસે ભણી ચૂક્યા છે.
હવે દુર્ભાગ્યના વશે, તે તે શાસ્ત્રોક્ત કથનો પાછળનો યર્થાથ આશય ન પકડી, તે શાસ્ત્રોના અધ્યયનથી જ તેમને બુદ્ધિનો વિપર્યાસ સર્જાયો છે અને એટલે જ તેઓ શાસ્ત્રના નામે ઉત્સૂત્ર પ્રરૂપણા કરવા તૈયાર થયા છે.
આના પરથી બે વાત જણાય છે
(૧) શાસ્ત્રનું અધ્યયન જેવા-તેવા પાસે નહીં, પણ સંવિગ્ન-ગીતાર્થ પાસે જ કરવું જોઈએ. કારણ કે શાસ્ત્રો ઉત્સર્ગ-અપવાદ, જુદા જુદા નયો.. આ બધી ગંભીર બાબતોથી પરિપૂર્ણ હોય છે,
તેનો
* જે બીના જે રૂપે હોય, તેને તે રૂપે પકડવું – એ ‘યથાર્થ બુદ્ધિ’ છે અને તેને તેનાથી જુદારૂપે કે ઊંધારૂપે પકડવું - એ ‘બુદ્ધિનો વિપર્યાસ’ છે.