________________
५४
-00
गुरुतत्त्वसिद्धिः
यदि हि यदर्थं द्वादशवर्षं सुगुरून् प्रतीक्षते साऽपि आलोचनागुर्वभावे पार्श्वस्थादिपार्श्वे
ग्राह्यतयोक्ता,
आयरियाइ सगच्छे संभोइय- इअरगीअपासत्थे ।
સાવી-પછાત-વયહિમા-અરિ-સિદ્ધે
-∞
।।૨।।
इत्यादिजीतकल्पवचनप्रामाण्यात्, तदानीं प्रतिदिनविधेयाऽऽवश्यकविधिशिक्षणादि तत्पार्श्वे सुतरां कार्यं, शुद्धचारित्र्यभावे ।
-- ગુરુગુણરશ્મિ --
ભાવાર્થ :- જો જેના માટે બાર વર્ષ સુધી સુગુરુની પ્રતીક્ષા કરે, તે આલોચના પણ તેવા સુગુરુ ન હોવામાં પાર્શ્વસ્થાદિ પાસે લેવાની કહી છે. કારણ કે જીતકલ્પમાં કહ્યું છે કે -“(આલોચના કોની પાસે લેવી ? તો કે - પહેલાં) પોતાના ગચ્છના આચાર્યાદિ પાસે, સાંભોગિક પાસે, અસાંભોગિક પાસે,ગીતાર્થ એવા પાર્શ્વસ્થ-સારૂપિકપશ્ચાત્કૃત પાસે, દેવતા પાસે, પ્રતિમા પાસે, અરિહંત-સિદ્ધ સાક્ષીએ..’’ તો શુદ્ધ ચારિત્રધરના અભાવમાં પ્રતિદિન કરવા યોગ્ય આવશ્યકની વિધિને શીખવાદિ વ્યવહાર તો તેમની (પાર્શ્વસ્થાદિની) પાસે સુતરાં કરી
શકાય..
વિવેચન :- પાપભીરુ આત્મા પોતાના દોષોની આલોચના લેવા માટે ૧૨ વર્ષ સુધી સદ્ગુરુની પ્રતીક્ષા કરે, તે છતાં જો સદ્ગુરુ ન મળે, તો પાર્શ્વસ્થાદિ પાસે પણ આલોચના લઈને આત્મશુદ્ધિ કરે - એવું જીતકલ્પમાં જણાવ્યું છે..
હવે જો આલોચના પણ તેમની પાસે લઈ શકાય, તો જ્ઞાન ભણવું-આવશ્યક કરવાની વિધિ શીખવી..એ બધું જે દ૨૨ોજ કરવાનું છે, તે તેમની પાસે કેમ ન કરી શકાય ? (અર્થાત્ એ તો સુતરાં કરી શકાય.)
હવે જીતકલ્પમાં કેવા સંજોગવશાત્ પાર્શ્વસ્થાદિ પાસે આલોચના લેવાનું કહ્યું ? તે વિસ્તારથી જોઈએ –
* આલોચના કોની પાસે લેવી ? તેનો ક્રમ *
(૧) પ્રાયશ્ચિત્તસ્થાનને પામેલા (=અપરાધ કર્યો હોવાથી જેને પ્રાયશ્ચિત્ત આવે) તેવા સાધુ કે શ્રાવકે પહેલાં પોતાના ગચ્છના આચાર્ય પાસે આલોચના લેવી જોઈએ. . આચાર્ય ન હોય તો ઉપાધ્યાય પાસે.. એ ન હોય તો પ્રવર્તકની (–જ્ઞાનાદિ મોક્ષમાર્ગમાં પ્રવર્તાવનાર મહાત્માની) પાસે. . એ ન હોય તો સ્થવિર પાસે. . અને એ પણ ન હોય તો ગણાવચ્છેદક (=ગણ માટે વસ્ત્ર-પાત્રાદિના નિર્વાહ માટેની દેખરેખ રાખનાર મહાત્મા) પાસે..
હવે ધારો કે પોતાના ગચ્છના આચાર્યાદિ કોઈ ન હોય, તો..