________________
गुर्जरविवेचनसमन्विता
१२३
संपूर्णार्थग्राहकतया प्रमाणवाक्यानि, अत एवातिनिपुणमतीनामेव भगवदाज्ञा अवगन्तुं શક્યા
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ + વિવેચન - આગમમાં બે પ્રકારનાં વાક્યો હોય છેઃ (૧) કેટલાંક વાક્યો વસ્તુના એકેક અંશોને લઈને પ્રવર્તતા હોવાથી “નયવાક્ય રૂપ હોય છે, અને (૨) કેટલાંક વાક્યો સંપૂર્ણ વસ્તુને લઈને પ્રવર્તતા હોવાથી “પ્રમાણવાક્ય રૂપ હોય છે..
(૧) જ્ઞાનાદિ પ્રત્યેકને પ્રધાન બતાવનારાં વાક્યો નયવાક્યરૂપ સમજવાં, કારણ કે તેઓ એકેક અંશને લઈને પ્રવર્તે છે, અને (૩) જ્ઞાનાદિના સમુદાય-સંયોગ-સમાયોગને પ્રધાન બતાવનારાં વાક્યો પ્રમાણવાક્યરૂપ સમજવાં, કારણ કે તેઓ બધા અંશને લઈને પ્રવર્તે છે..
એટલે જ આવાં અનેક વાક્યરૂપ પરમાત્માની આજ્ઞા (ઉપરછલ્લી બુદ્ધિવાળા ન સમજી શકે, પણ) અત્યંત નિપુણ બુદ્ધિવાળા (=પ્રમાણ-નવ્યવહારકુશળ, સૂક્ષ્મક્ષિકસંપન્ન) પુરુષો જ સમજી શકે છે.. (તે સિવાયના પુરુષો તેના હાર્દ સુધી ન પહોંચી શકે.)
આ વિશે કહ્યું છે કે –
यदावश्यके - झाईज्जा निरवज्जं जिणाणमाणं जगप्पईवाणं । अणिउणजणदुण्णेयं नयभंगपमाणगमगहणं ॥४६॥ તથા "पुचावरेण परिभाविऊण सुत्तं पयासिअव्वं ति । जं वयणपारतंतं एअंधम्मत्थिणो लिङ्गं ॥१॥"
– ગુરુગુણરશ્મિ -
* પરમાત્માની આજ્ઞા કુશળબુદ્ધિથી 3ય * ભાવાર્થ + વિવેચનઃ- શ્રી આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે –
“જગતમાં દીપકસમાન એવા જિનેશ્વરોની, અનિપુણ-અકુશળ લોકોથી દુર્સેય દુઃખેથી સમજી શકાય તેવી, અને નૈગમ વગેરે નયો, દ્વિસંયોગી વગેરે ભાંગાઓ, દ્રવ્ય-ક્ષેત્રાદિ પ્રમાણો અને સૂત્રમાર્ગરૂપ ગમો-આ બધાથી ગહન (=અર્થગંભીર) એવી નિરવદ્ય (=નિર્દોષ) આજ્ઞાને વિચારવી..” (આવશ્યકનિર્યુક્તિ અંતર્ગત ધ્યાનશતક શ્લોક-૪૬)
બીજે પણ કહ્યું છે કે