________________
१३६
गुरुतत्त्वसिद्धिः
– ગુરુગુણરશ્મિ –
* મતભેદ વિશે માર્ગદર્શન ક વ્યાખ્યાર્થ+વિવેચનઃ-(૨) ‘મત' એટલે સરખા જ શાસ્ત્રમાં આચાર્યોના જુદા-જુદા અભિપ્રાયો, એક જ વસ્તુ વિશેનાં જુદાં જુદાં મંતવ્યો..
(ક) તેમાં સિદ્ધસેનદિવાકરસૂરિ નામના આચાર્ય એવું કહે છે કે, કેવળી પરમાત્માને જ્ઞાન અને દર્શન એક સાથે જ હોય છે. જો એવું માનવામાં ન આવે, તો કેવળજ્ઞાનાવરણ અને કેવળદર્શનાવરણના ક્ષયની નિરર્થકતા થાય.. (બંને આવરણના ક્ષય પછી જો બંનેના (=બંને ક્ષયના) કાર્યરૂપ જ્ઞાન-દર્શન થાય, તો જ તે ક્ષય સાર્થક બને, અન્યથા નહીં.. આવરણક્ષય થવા છતાં પણ જો જ્ઞાન-દર્શન ન થાય, તો તે આવરણક્ષય કહેવાય જ શી રીતે ?)
(ખ) વળી એ જ વાત વિશે જિનભદ્રગણિક્ષમાશ્રમણ નામના આચાર્ય એવું માને છે કે, કેવળી પરમાત્માને જ્ઞાન અને દર્શન એક કાળે નહીં, પણ જુદા-જુદા કાળ હોય છે અને તેનું કારણ જીવનો તેવો ( ક્રમિક ઉપયોગ હોવાનો) સ્વભાવ છે.. જેમ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના આવરણનો ક્ષયોપશમ સરખો જ છે, તો પણ તે બંને જ્ઞાન ક્રમપૂર્વક જ થાય છે એક સાથે નહીં.) અને જ્યારે તે બેમાંથી એક જ્ઞાનનો ઉપયોગ હોય, ત્યારે બીજા જ્ઞાનનો જ્ઞાનાવરણક્ષયોપશમ નથી હોતો એવું નથી. કારણ કે તેના ક્ષયોપશમનો સમય ૬૬ સાગરોપમ જેટલો કહ્યો છે..(તો જેમ અહીં મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ એકી સાથે હોવા છતાં મતિ-શ્રુતનો ઉપયોગ ક્રમિક જ હોય છે, તેમ કેવળજ્ઞાનાવરણ અને કેવળદર્શનાવરણનો ક્ષય એકીસાથે હોવા છતાં તે બે જ્ઞાન-દર્શન ક્રમિક જ માનવા જોઈએ, એકી સાથે નહીં..).
પ્રશ્ન:- તો અહીં શું કરવું? બેમાંથી યથાર્થ કોણ? કયો મત સાચો માનવો?
ઉત્તરઃ- સાંભળો, બે મતમાંથી જે મત આગમને અનુસારી જણાય, તે જ મત સાચો છે - એવું માનવું અને તે સિવાયના બીજા મતની ઉપેક્ષા કરવી.
પ્રશ્ન:- પણ જે વ્યક્તિ અબહુશ્રુત હોય, તે તો કેવી રીતે જાણી શકે? કે આ મત આગમાનુસારી છે ને બીજો મત આગમાનુસારી નથી, વગેરે..
ઉત્તરઃ- જો તે તેવું ન જાણી શકે, તો તે પુરુષે આ પ્રમાણે વિચારવું કે- આચાર્યોનો આ પ્રમાણેનો મતભેદ સંપ્રદાય વગેરેના દોષથી હોઈ શકે છે, પણ જિનેશ્વર ભગવંતોનો મત તો એક જ છે અને તે અવિરુદ્ધ જ છે (તેમાં લેશમાત્ર પણ વિરોધ ન હોવાનો..) કારણ કે જિનેશ્વરો રાગાદિથી રહિત છે..
આ વિશે કહ્યું છે કે -
જેઓએ ઉપકાર નથી કર્યો તેવા બીજા જીવો ઉપર અનુગ્રહ કરવામાં જે જિનો તત્પર છે.. વળી જે જિનો યુગપ્રવર છે તથા રાગ, દ્વેષ અને મોહને જીતનારા છે, તેઓ કદી અન્યથા કહેનારા (Fખોટું બોલનારા) હોય જ નહીં.” (ભગવતીસૂત્રટીકા શતક-૧, ઉદ્દેશો-૩)