________________
गुर्जरविवेचनसमन्विता
જે ઉચિત અને કલ્યાણકારી જણાયું, તે તેમણે આચરણા તરીકે પ્રવર્તાવ્યું.) અને એટલે જ તે બે જુદી સામાચારીઓમાં કોઈ વિરોધ નથી (બંને છેવટે તે તે જીવો માટે કલ્યાણકારી હોઈ અવિરુદ્ધ છે.)
અને તેમાં વિરોધ ન હોવાનું કારણ એ જ કે, તે તે સામાચારીઓ આચરિતના લક્ષણથી યુક્ત છે, અર્થાત્ તેઓ આચિરતરૂપે છે.
१३५
‘આચરિત’ કોને કહેવાય ? તેનું લક્ષણ બતાવે છે –
“અશઠ (=રાગ-દ્વેષથી રહિત) પ્રામાણિક એવા કોઈ ગીતાર્થે કોઈ તેવા પુષ્ટ કારણે સ્વભાવથી અસાવદ્ય (=પાપથી રહિત) એવું જે કંઇ આચરણ કર્યું હોય અને યોગ્ય હોવાથી જ તેનો બીજા ગીતાર્થોએ નિષેધ ન કર્યો હોય (એથી જ ઘણાને અનુમત હોય) તેને ‘આચરણા’ કહેવાય. આ આચરણા ઘણાઓને સંમત હોય છે.’’ (બૃહત્કલ્પ શ્લોક-૪૪૯૯)
(આગમઅષ્ટોત્તરી-૨૦, પંચવસ્તુક-૪૭૬, ગાથાસહસ્રી-૨૪૦, ઉપદેશપદ-૮૧૪, સ્વપ્નસપ્તતિકા-૭, વિચારસાર-૮૯૫)
આવું આરિતનું લક્ષણ બંને સામાચારીઓમાં ઘટતું હોવાથી, તે તે જીવો માટે આ સામાચારી પ્રામાણિક અને અવિરુદ્ધ છે.. (એટલે તે વિશે વ્યામોહ કરવો નહીં..) હવે મતભેદ હોય, ત્યાં શું કરવું ? તે જણાવે છે –
-00
-
W
तथा मतं समाने एवागमे आचार्याणामभिप्रायविशेषः । तत्र सिद्धसेनदिवाकरो मन्यते युगपत्केवलिनो ज्ञानं दर्शनं च, अन्यथा तदावरणक्षयनिरर्थकता स्यात् । जिनभद्रगणिक्षमाश्रमणस्तु भिन्नसमये ज्ञानदर्शने, जीवस्वरूपत्वाद्यथा तदावरणक्षयोपशमे समानेऽपि क्रमेणैव मतिश्रुतोपयोगी, न चैकतरोपयोगे इतरक्षयोपशमाभावः । तत्क्षयोपशमस्योत्कृष्टतः षट्षष्टिसागरोपमप्रमाणत्वात् । अतः किं तत्त्वं ? अत्र समाधिः यदेव मतमागमानुपाति तदेव सत्यमिति मन्तव्यमितरत्पुनरुपेक्षणीयम् । अथ अबहुश्रुतेन नैतदवसातुं शक्यते, तदेवं भावनीयम् - आचार्याणां संप्रदायादिदोषादयं भेदो मतः, जिनानां तु मतमेकमेवाविरुद्धं च रागादिरहितत्वात् । आह
१
“अणुवकयपराणुग्गहपरायणा जं जिणा । जिअरागदोसमोहा य नण्णहा वाइणो तेण । । १ । । " इति ।
૨. પૂર્વમુદ્રિત ‘યથા બહુશ્રુતેન' કૃતિ અશુદ્ધપાઠઃ ।
* પાંચ વ્યવહાર છે : (૧) આગમવ્યવહાર, (૨) શ્રુતવ્યવહાર, (૩) આશાવ્યવહાર, (૪) ધારણાવ્યવહાર, અને (૫) જીતવ્યવહાર - આ પાંચે વ્યવહારો પ્રમાણ મનાય છે.. સામાચારી પણ ‘જીતવ્યવહાર=આચરિત’રૂપ હોઈ પ્રામાણિક માનવી જોઈએ અને તેથી જ તે પ્રામાણિક સામાચારીઓમાં કોઈ વિરોધ ન હોય - એવું ફલિત થયું..