________________
गुर्जरविवेचनसमन्विता
१३९
આ પ્રમાણે શાસ્ત્રપાઠો અને યુક્તિ-પ્રયુક્તિઓથી વર્તમાનકાળમાં પણ સુવિહિતસાધુઓનું અસ્તિત્વ સિદ્ધ કરાયું..
अत्र साधुस्थापनाधिकारः संवेगरङ्गशालाग्रन्थतस्तद्गाथाभिरेव लिख्यते यथा - "इत्थंतरम्मि सड्डो आसधरो नाम" इत्यादि ज्ञातव्यः ।
યકુ – उस्सुत्तभासगा जे ते दुक्करकारगावि सच्छंदा । ताणं न दंसणं पि हु कप्पड़ कप्पे जओ भणिअं ॥१॥ जे जिणवयणुत्तिन्नं वयणं भासंति जे अ मन्नति । सम्मट्ठिीणं तहसणं पि संसारबुड्डिकरं ॥२॥
| (ચૈત્યવંદનવૃત્ત, સંદેહલોત્તાવત્ની રસ્તો ૨૦-૧૨) इति साम्प्रतसमयोचितयतनया यतमानाः साधवः वन्दनीया एव ।।
॥ इति श्रीसुविहितपूर्वाचार्यप्रणीता गुरुतत्त्वसिद्धिः समाप्ता ।।
- ગુરુગુણરશ્મિ –
ભાવાર્થ + વિવેચન - હવે અહીં સંવેગરંગશાળા ગ્રંથમાં રહેલો સાધુસ્થાપનાધિકાર, તેની જ ગાથાઓથી લખાય છે – ‘રૂસ્વંતમિસો માસધરો નામ.' વગેરે ૫૯ ગાથાઓ સમજવી. (આ ગાથાઓ પાછળ પરિશિષ્ટ-૨ માં મૂકાયેલી છે, જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ..)
એટલે જે લોકો કહે છે કે વર્તમાનકાળમાં કોઈ સાધુઓ રહ્યા નથી, જે છે તે બધા પાર્થસ્થાદિ જ છે અને તેઓને વંદનાદિ ન થાય - તે બધું ઉત્સુત્રરૂપ સમજવું, તેમની મિથ્યા વાતોનું લેશમાત્ર પણ શ્રવણ ન કરવું..
અરે ! તેવાઓનું તો દર્શન કરવું પણ ન કલ્પે, કારણ કે કહ્યું છે કે –
“જે જીવો ઉસૂત્રભાષક (આજ્ઞાવિરુદ્ધ પ્રલાપ કરનારા) છે અને સ્વચ્છંદ (=ગુજ્ઞાથી બાહ્ય સ્વેચ્છાપૂર્વક વિચરનારા) છે, તે જીવો દુષ્કર કાર્ય કરનારા હોય, તો પણ તેઓનું દર્શનમાત્ર પણ કહ્યું નહીં, કારણકે તેવું કલ્પના ગ્રંથોમાં કહેવાયું છે..” (સંદેહદોલાવલી શ્લોક-૯૦)
શું કહેવાયું છે? તે જ જણાવે છે -
જે જીવો જિનવચનથી ઉત્તીર્ણ (=જિનાજ્ઞાબાહ્ય એવું) વચન બોલે છે અને જેઓ તેને માને છે, તે જીવોનું દર્શન પણ સમ્યગ્દષ્ટિ જીવો માટે સંસારને વધારનારું બને છે..” (સંદેહદોલાવલીશ્લોક૯૧)