________________
१३८
गुरुतत्त्वसिद्धिः
व्यवहारनयमनुसरत एव हि क्रमेण निश्चयशुद्धिप्राप्त्या निःश्रेयसप्राप्तिर्भवति ।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ + વિવેચનઃશ્રી આવશ્યકનિયુક્તિમાં પણ કહ્યું છે કે -
“વ્યવહારનય પણ બલવાન છે=વ્યવહારનું પણ ઉલ્લંઘન કરી શકાય નહીં. કારણ કે, વ્યવહારના અતિશયબળને જાણનારા કેવળીઓ પણ, જ્યાં સુધી કેવળી તરીકે જ્ઞાત થાય નહીં, ત્યાં સુધી આ વ્યવહારનું પાલન ધર્મ છે એમ જાણતાં છદ્મસ્થ એવા પણ રત્નાધિક ગુરુ વગેરેને વંદને કરે છે..” (આવશ્યકભાષ્ય શ્લોક-૧૨૩)
પંચવસ્તુક શ્લોક-૧૦૧૬, ગુરુતત્ત્વવિનિશ્ચય શ્લોક-૧,૭૨, પુષ્પમાલાશ્લોક-૨૨૯ વિચારસાર શ્લોક-૮૮૫, ગાથાસહસ્ત્રી શ્લોક-૨૦૯.)
બીજે પણ કહ્યું છે કે –
“જો તમે જિનમતને સ્વીકારો છો (માનો છો) તો વ્યવહાર અને નિશ્ચય એ બેમાંથી એકેયને ન મૂકો. કારણકે વ્યવહારનો ઉચ્છેદ થાય તો અવશ્ય તીર્થનો (શાસનનો) ઉચ્છેદ થય.” (વિશેષાવશ્યકભાષ્ય શ્લોક-૨૩૮૨).
(તીર્થોદ્ગારિકાયન્ના શ્લોક-૮૬૯, સાધુસ્થાપનાધિકાર-૩૪, પંચવસ્તુક-૧૭૨, સંગ્રહશતક૨૨, પુષ્પમાલા-૨૨૮, વિચારસાર-૮૮૪.)
ફલિતાર્થ વ્યવહારથી પણ આલય-વિહારાદિ સુવિહિતાચારોનું પાલન કરનારો જીવ સુવિહિત જ છે. એટલે વ્યવહારનયને અનુસરનારાઓએ તે જીવને સુવિહિત માની તેમને વંદનાદિ કરવા જ જોઈએ.
વ્યવહારનયનું જ મહત્ત્વ બતાવતાં કહે છે -
વ્યવહારનયને અનુસરવાથી જ ક્રમશઃ નિશ્ચયશુદ્ધિની (નિશ્ચયનયથી પરિણામશુદ્ધિની) પ્રાપ્તિ દ્વારા નિઃશ્રેયસની (=મોક્ષની પ્રાપ્તિ થાય છે.
બાકી વ્યવહારનયનો અપલાપ કરવામાં નિશ્ચયશુદ્ધિ પામી શકાય નહીં અને તો મોક્ષ પણ ન પામી શકાય.. (દા.ત. વંદનવ્યવહારનો અપલાપ કરવામાં અહોભાવરૂપે પરિણામની શુદ્ધિ ન થાય. પ્રતિક્રમણ-વ્યવહારનો અપલોપ કરવામાં પશ્ચાત્તાપરૂપે પરિણામની શુદ્ધિ ન થાય ઇત્યાદિ..).
એટલે હે ભવ્યજીવો! વ્યવહારનયનો અપલાપ ન કરવો. વ્યવહારનયને અનુસરી વર્તમાનમાં પણ સુવિહિતોનું અસ્તિત્વ માનવું જ અને તેઓને વંદનાદિ પણ કરવા જ..
–– – – – – – – – – – – – – જુઓ બૃહત્કલ્પસૂત્ર ગાથા-૪૫૦૬, ૪૫૦૭.
વ્યવહારનો ઉચ્છેદ થાય એટલે વ્યવહારનયને સંમત લિંગગ્રહણ, જિનપ્રતિમા, ચૈત્યનિર્માણ, પ્રતિમાનંદનપૂજન વગેરે સઘળાંય અનુષ્ઠાન કરવા યોગ્ય ન થાય અને તો તીર્થનો શાસનનો વિનાશ થાય એ સુપ્રસિદ્ધ જ છે..