________________
गुर्जरविवेचनसमन्विता
संगतिमात्रनिषेधेऽपि विशिष्टविशिष्टतरविशिष्टतमगुणसाध्वयोगे क्रमेण तेभ्यो हीनहीनतरहीनतमगुणानामपि साधूनां वन्दनादि सङ्गतमेव ।
1. ગુરુગુણરશ્મિ --
ભાવાર્થ :- અહીં રહસ્ય આ પ્રમાણે છે - જેમ ‘તંતુન્નારમુī..' ઇત્યાદિ સૂત્રથી આધાકર્મી ભોજન અત્યંત નિંદ્ય છે એવું કહેવા છતાં, ‘સોહંતો અ મે.' ઇત્યાદિ સૂત્રથી પંચકની પરિહાણિ વગેરે યતનાથી દેહયાત્રા માટે આધાકર્મ લેતો પણ શુદ્ધ જ છે.. તેમ ‘અફાળે..' ઇત્યાદિ સૂત્રથી પાર્થસ્થાદિનો સંગમાત્ર પણ નિષેધ કર્યો હોવા છતાં, વિશિષ્ટ-વિશિષ્ટતર-વિશિષ્ટતમ ગુણવાળા સાધુઓ ન હોવામાં ક્રમથી તેઓ કરતાં હીનહીનતર-હીનતમ ગુણવાળા સાધુઓને પણ વંદનાદિ સંગત જ છે.
१२९
વિવેચન :- ઉપર કહેલી તમામ વાતોનું રહસ્ય આ પ્રમાણે જણાય છે –
જેમ -‘જંતુજ્વારસુરાોમંસસમિમ્'=આ આધાકર્મ દોષવાળું ભોજન, વમન=ઊલ્ટી, વિષ્ઠા, દારુ ગોમાંસ – આ બધા સરખું છે.' ઇત્યાદિ વક્યોથી આધાકર્મ ભોજન અત્યંત તુચ્છ છે, નિંદનીય છે - એવું કહ્યું છે..
પણ જો સર્વથા નિર્દોષ આહાર ન જ મળતો હોય, તો શરીર ટકાવવા કરવું શું ? તે માટે જણાવ્યું છે કે – નિર્દોષ આહાર ન મળતાં જેનાથી પંચકસંજ્ઞાવાળું પ્રાયશ્ચિત્ત આવે તેવો ઓછા દોષવાળો આહાર લેવો અને તેનાથી શરીરનો નિર્વાહ કરવો. . પણ તેવો આહાર પણ ન મળે, તો જેનાથી દશકસંજ્ઞાવાળું પ્રાયશ્ચિત્ત આવે તેવા દોષવાળો આહાર લેવો.. આ પ્રમાણે ક્રમશઃ ઊતરતાં-ઊતરતાં (પહેલાંના નાના નાના દોષવાળો આહાર ન મળતાં ક્રમશઃ મોટા-મોટા દોષવાળો આહાર લેવાના ક્રમે) છેલ્લે છેવટે કંઇ ન મળતા આત્મ-સંયમની રક્ષા માટે આધાકર્મ લે, તો પણ તે સાધુ શુદ્ધ જ છે.. (કારણ કે તેણે પૂરેપૂરી તે યતનાનું પાલન કર્યું છે.) કહ્યું છે કે -
“ઉત્સર્ગ અને અપવાદનો જાણકાર સંયમી, આ અતિચારોની શુદ્ધિ રાખતો, બધે ઠેકાણે પંચકાદિની હાનિથી તે પ્રમાણે યત્ન કરે કે જેનાથી ચારિત્રના ગુણો હાનિ ન પામે.” (પિંડવિશુદ્ધિ શ્લોક-૧૦૧) આ પ્રમાણે પૂર્વ-પૂર્વ શુદ્ધ આહારના અભાવમાં ઉત્તરોત્તર અશુદ્ધ આહાર ને યાવત્ આધાકર્મ લે, તો પણ જેમ તે સાધુ શુદ્ધ છે..
તેમ – “અશુચિસ્થાનમાં પડેલી ચંપકમાળા ગળે પહેરાતી નથી, તેવી રીતે પાર્શ્વસ્થાદિ સ્થાનોમાં
રહેતા સાધુઓ પણ અપૂજ્ય છે.” đત્યાદિ વાક્યોથી પાર્શ્વસ્થોને વંદન ન કરવા, તેમનો લેશમાત્ર પણ
સંગ ન કરવો – એવું કહ્યું છે..
પણ જો વિશિષ્ટ-વિશિષ્ટતર-વિશિષ્ટતમ ગુણવાળા સાધુઓ ન મળે, તો શું કરવું ? સાવ જ
'जह वंतं तु अभोज्जं भत्तं जइवि य सुसक्कयं आसि ।
एवमसंजमवमणे अणेसणिज्जं अभोज्जं तु ॥१९१॥" ( पिण्डनिर्युक्तिः )
* 'असुइठाणे पडिआ चंपगमाला न कीरइ सीसे ।
पासत्थाइठाणेसु वट्टमाणा तह अपुज्जा ॥ १११२॥' (आवश्यकनिर्युक्तौ १११२ )