________________
गुरुतत्त्वसिद्धिः
ચારિત્રધર્મનો ઉદ્યમ ન છોડો, કારણ કે આજે પણ ચારિત્રરૂપ ધર્મ જગતમાં જય પામે છે.. (દર્શનશુદ્ધિપ્રકરણ શ્લોક-૧૮૩)
હવે આ વાતનો નિષ્કર્ષ જણાવતાં કહે છે
१३२
૭
ता तुलियनियबलाणं सत्तीइ जहागमं जयंताणं ।
संपुन्नच्चिय किरिया दुप्पसहंताण साहूणं । ।१८४ ।। इति दर्शनशुद्धौ ।
--- ગુરુગુણરશ્મિ --
શ્લોકાર્થ :- તેથી (સંયમયોગોમાં) પોતાનાં બળ-શક્તિ સામ્યર્થને તોલનારા-વિચારનારા અને શક્તિ મુજબ આગમ પ્રમાણે યત્ન કરનારા એવા દુઃપ્રસહસૂરિ સુધીના સાધુઓની ક્રિયા સંપૂર્ણ જ છે..(૬) (દર્શનશુદ્ધિપ્રકરણ શ્લોક-૧૮૪)
--
સાર - નિષ્કર્ષ :- વર્તમાનકાળમાં જયણાપૂર્વક વિચરતા સાધુઓ સંપૂર્ણ ચારિત્રધર હોઈ સુવિહિત-નિગ્રંથ જ છે અને તેથી જ તે માર્ગને આચરવો-આદરવો ઉચિત જ છે, લેશમાત્ર પણ તેનો અપલાપ કરવો નહીં..
હવે આ વિશે કેટલાકોની આશંકાનું સમાધાન કરવા કહે છે
-00
न च प्रायः प्रतिगच्छं सामाचारीणां भेददर्शनान्न ज्ञायते का सत्या असत्या वेति ? तदकरणमेव वरमिति चिन्तयितुं युक्तम् ।
-- ગુરુગુણરશ્મિ --
ભાવાર્થ + વિવેચન :- પૂર્વપક્ષઃ- પ્રાયઃ દરેક ગચ્છમાં સામાચારી જુદી જુદી દેખાય છે અને તેથી જ કઈ સામાચારી સાચી ? અને કઈ ખોટી ? એ જણાતું નથી. એટલે તો (=હવે નિશ્ચય કર્યા વિના એ બધા વિખવાદોમાં પડવું એના કરતાં તો) એ બધી સામાચારીઓ ન પાળવી, ન માનવી – એ જ શ્રેષ્ઠ છે
ને?
ઉત્તરપક્ષ :- ના, એવું વિચારવું યોગ્ય નથી. કારણ કે તે તે ગચ્છના તે તે ગીતાર્થોને દેશ-કાળપોતાનો ગચ્છ-શિષ્યો વગેરેને આશ્રયીને જે ઉચિત લાગ્યું હોય, તે આચરણ તરીકે બંધાયું હોય છે અને તે આચરણ તે-તે જીવો માટે કલ્યાણકારી હોઈ ઉચિત જ છે..
અરે ! ભગવતીસૂત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે, જે જીવ જુદી-જુદી સામાચા૨ીઓને જોઈને વ્યામોહ કરે છે, તે જીવ દર્શનમોહનીય કર્મને ભોગવે છે.
હવે ગ્રંથકારશ્રી ભગવતીસૂત્રનું જ વચન મૂળપાઠ અને વૃત્તિ સાથે જણાવે છે –
यदुक्तं श्रीभगवत्यां प्रथमशते द्वितीयोदेशके
00
-
-00