________________
१३०
गुरुतत्त्वसिद्धिः
જ્ઞાનાદિથી વંચિત રહી જવું? શાસનનો લેશમાત્ર પણ સ્પર્શ ન કરવો? તો કહે છે કે - ના. ત્યાર પછી થોડાંક ઓછા ગુણવાળા સાધુઓનો સંપર્ક કરવો, તેવા સાધુ ન મળે તો તેનાથી પણ ઓછા ગુણવાળા સાધુઓનો સંપર્ક કરવો - એમ ક્રમશઃ હીન-હીનતર-હીનતમ ગુણવાળા સાધુઓનો સંગ અને તેમની સાથે વાર્તાલાપ-વંદન વ્યવહાર વગેરે સંગત જ છે..
(એટલે વર્તમાનકાલીન સાધુઓ ક્યાંક ને ક્યાંક વિરાધક હોઈ ભલે તમારી દષ્ટિએ દેશપાર્થસ્થાદિરૂપ હોય, પણ તે છતાં તેઓને વંદન ન જ કરી શકાય એવો એકાંત નથી.. સુવિશુદ્ધ ચારિત્રધરના અભાવમાં તેઓ પણ પૂજનીય જ છે.)
અથવા – વર્તમાનકાલીન સાધુઓને પાર્થસ્થ માની લેવાની તમે ભ્રમણા જ કેમ રાખો છો? તેઓ તો એક પ્રકારના બકુશ-કુશીલ નિગ્રંથો જ છે.. અને આવા નિગ્રંથો તો નિર્વિવાદ વંદનીય જ હોય - એ જણાવવા ગ્રંથકારશ્રી કહે છે -
यद्वा साम्प्रतकालोचितयतनया यतमाना यतयः प्रमादादिपारवश्येन किञ्चित् किञ्चित् विराधयन्तोऽपि मोक्षार्थमुद्यताः प्रागुक्तलक्षणबकुशकुशीलत्वं न व्यभिचरन्तीति तीर्थाधारत्वेन निर्ग्रन्थत्वेन च निर्विवादं वन्दनीया एव ।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ+વિવેચનઃ- અથવા તો વૈર્તમાનકાલીન શક્તિ-સામર્થ્યના અનુસારે ઉચિત યતનાપૂર્વક જયણા પાળતા સાધુઓ, પ્રમાદ વગેરેને પરવશ (=પરાધીન) થઈ કંઈક-કંઈક વિરાધના કરે, તો પણ તેઓ (પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત્તાદિ દ્વારા) મોક્ષ માટે ઉદ્યમશીલ હોઈ એક પ્રકારના બકુશ-કુશીલ જ ગણાય. બકુશ-કુશીલોનું પૂર્વે કહેલું લક્ષણ તેઓમાં યથાવસ્થિત ઘટે છે, લેશમાત્ર પણ વ્યભિચાર આવતો નથી..
તો આવા બકુશ-કુશીલો તો તીર્થના આધારે હોવાથી અને પાંચ પ્રકારના નિગ્રંથોમાંથી એક પ્રકારના નિગ્રંથરૂપ હોવાથી, વિવાદ વગર તેઓ વંદનીય જ છે, તેમાં અંશમાત્ર પણ શંકાને અવકાશ નથી..
આ વિશે દર્શનશુદ્ધિપ્રકરણમાં જણાવ્યું છે કે -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
યત: –
બકુશ-કુશીલો વિરાધના કરતા હોવા છતાં પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત્ત-પુનઃઅકરણસંકલ્પ વગેરેવાળા હોવાથી નિગ્રંથરૂપ છે અને આવું તેઓનું લક્ષણ વર્તમાનકાલીન સાધુઓમાં બંધબેસતું છે. એટલે વર્તમાનકાલીન યતનાશીલ સાધુઓને બકુશ-કુશીલ જ સમજવા..
* “સબૂનાં નિર્વ, વક્ષસીત્તેદિં વદ તિબ્લ્યુ ' (દર્શનશુદ્ધિપ્રકરણ શ્લોક-૧૭૫, સંબોધપ્રકરણ શ્લોક૮૫૨) એ વચનથી સ્પષ્ટ છે કે, તીર્થનો આધાર, બકુશ-કુશીલ જ છે, તેથી જ તીર્થ ચાલે છે..