________________
१२६
गुरुतत्त्वसिद्धिः
(૧) સર્વપાર્થસ્થ, સર્વઅવસન્ન અને યથાછંદ –આ ત્રણ પ્રકારના જીવો ઘણા દોષવાળા હોવાથી અવંદનીય થાઓ, અર્થાત્ તેઓને વંદન ન કરવા.
અને,
(૨) તેવા સુવિહિત - આચારસંપન્ન બીજા કોઈ શુદ્ધ ચારિત્રધર ન હોય, તો પૂર્વે કહેલી યુક્તિ પ્રમાણે દેશપાર્શ્વસ્થ વગેરેમાં પણ ચારિત્રનું અસ્તિત્વ હોવાથી અને તેઓ બકુશ-કુશીલ નિગ્રંથોની અંદર ગણાતા હોવાથી, પૂર્વે કહેલાં જ્ઞાન લેવા-આવશ્યક શીખવાદિનાં કારણે તેઓ વંદનીય જ છે, અર્થાત્ તેઓને ( દેશપાર્શ્વસ્થ વગેરેને) વંદન કરી જ શકાય છે..
સુવિશુદ્ધ ચારિત્રધર ન મળે ત્યારે ઓછા ગુણવાળા પણ પૂજનીય બને – એ વાતની સાબિતી શાસ્ત્રપાઠો દ્વારા જણાવે છે –
उक्तमपि - पलए महागुणाणं हवंति सेवारिहा लहुगुणा वि । अत्थमिए दिणनाहे अहिलसइ जणो पईवंपि ।।१।। (दर्शनशुद्धि श्लोक १६७) गुणगणरहिओ अगुरू दट्टब्बो मुलगुणविउत्तो जो । न य गुणमित्तविहीणित्थं चंडरुद्दो उदाहरणं ।।२।। (दर्शनशुद्धि श्लोक १७०)
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ +વિવેચન - કહ્યું પણ છે કે –
“(૧) સ્નાતકાદિ નિગ્રંથોના (સુવિશુદ્ધ ચારિત્રાદિરૂપ) મહાન ગુણોનો જયારે પ્રલય (=અભાવ) થાય, ત્યારે બકુશ-કુશીલ વગેરેના યથાશક્તિ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનારૂપ) નાના ગુણો પણ સેવાને યોગ્ય છે. આ વાતને ઉદાહરણથી સમજાવે છે કે લોકો મોટા ગુણવાળો) સૂર્ય અસ્ત થયા પછી (નાના ગુણવાળા) દીવાને પણ ઝંખે છે.” (દર્શનશુદ્ધિપ્રકરણ શ્લોક-૧૬૭)
બીજી વાત, કોઈમાં લેશમાત્ર ગુણો ઓછા હોય, તેટલામાત્રથી તેઓ અગુરુ ન બને (અર્થાત ગુરુ બનવાને અપાત્ર ન બને..) આ વિશે ઉદાહરણ સાથે કહ્યું છે કે -
“(૨) જે પ્રાણાતિપાત વિરમણ વગેરે મૂળગુણોથી રહિત હોય, તે ગુણગણથી (ગુણોના સમુદાયથી) રહિત હોઈ અગુરુ સમજવો, અર્થાત્ તે તે ગુરુ બનવાને પાત્ર જ નથી. પણ જે લેશમાત્ર ગુણોથી વિહીન-રહિત હોય, તે અગુરુન બને તે તો ગુરુ બનવાને યોગ્ય જ છે.) આ વિશેચંડરુદ્રાચાર્યનું ઉદાહરણ સમજવું.. (તેઓ ક્ષમા વગેરે ગુણોથી રહિત હતા, તે છતાં પશ્ચાત્તાપવાળા અને યથાશક્તિ
‘પદાર્થને જોવા દ્વારા પોતાનું કાર્ય સાધવું એ લોકોનું પ્રયોજન છે. હવે સૂર્ય અસ્ત થયા પછી અંધારામાં દીવાના આધારે પણ પદાર્થને જોવા દ્વારા લોકો પોતાનું પ્રયોજન પૂરું કરે છે જ, સાવ બેઠા નથી રહેતા. એટલે પોતાનું પ્રયોજન પૂરું કરવા અલ્પગુણવાળા પણ પૂજનીય બને જ..
-
-
-
-
-
-
-
-
-