________________
१२४
गुरुतत्त्वसिद्धिः
“પૂર્વાપર વિચાર કરીને (Fઆગળ-પાછળનું વિચારીને) સૂત્ર બોલવું અર્થાત્ સૂત્રનું અર્થવ્યાખ્યાન કરવું જોઈએ.) કારણ કે વચન પરતંત્રતા (=વચનને આધીન રહેવાપણું) એ ધર્મના અર્થીનું (=ધર્મને ઇચ્છનારાઓનું) લિંગ છે (લક્ષણ છે.)” (પાક્ષિક સપ્તતિકા શ્લોક-૬૫)
એટલે પ્રમાણ-નયગંભીર શાસ્ત્રવચન કઈ અપેક્ષાએ છે? કોને લઈને છે? એ બધું સૂક્ષ્મક્ષિકાથી સમજવું અત્યંત આવશ્યક છે..
હવે આ વાતનો ઉપસંહાર કરી પ્રસ્તુતમાં અર્થઘટન કરતાં કહે છે –
ततश्च पार्श्वस्थादीनां क्वचिदवन्धत्वमेव प्रतिपाद्यते । क्वचिच्चावश्यकजीतकल्पादौ कारणे साधून श्राद्धांश्चाश्रित्य वन्द्यत्वम् । जीवानुशासनग्रन्थादौ तु -
किं च जइ सावयाणं नमणं नो सम्मयं भवे एअं। पासत्थाईआणं ता कह उवएसमालाए ॥१६॥ सिरिधम्मदासगणिणा न वारिअं वारिअंच अन्नेसिं । 'परतित्थिआण पणमण' इच्चाईवयणओ पयडं ।।१६७।। संघेण पुणो बाहिं जो विहिओ हुज्ज सो उ नो वंदे । पासत्थाई सड्डाण सव्वहा एस परमत्थो ।।१७०।
इत्यादि युक्त्या श्राद्धानाश्रित्य निष्कारणेऽपि वन्द्यत्वम् । क्वचिच्चासंयतत्वं क्वचिच्च चारित्रित्वं प्रतिपाद्यते ।।
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ + વિવેચન - એટલે આગમવાક્ય જુદી જુદી અપેક્ષાઓને લઈને જુદું-જુદું નિરૂપણ કરનારું હોય છે. તેથી પ્રસ્તુતમાં પણ જુદી-જુદી અપેક્ષાએ - (૧) ક્યાંક પાર્શ્વસ્થ વગેરે અવંદનીય જ છે, એવું કહેવાયું છે, અને ક્યાંક (૨) આવશ્યક-જતકલ્પ વગેરેમાં સાધુ અને શ્રાવકોને આશ્રયીને કહ્યું છે કે - “તે પાર્શ્વસ્થ વગેરેને કારણસંજોગે સાધુ-શ્રાવકોએ વંદન કરવા..”
(૩) જીવાનુશાસનવગેરે ગ્રંથમાં તો એવું જણાવ્યું છે કે- “શ્રાવકોએ કારણ વગર પણ પાર્થસ્થાદિને વંદન કરવા..” જુઓ તે જીવાનુશાસનનું વચન -
(૧-૨) (શ્રાવકો પાર્થસ્થ વગેરેને વંદન કરી જ શકે છે) જો પાર્થસ્થ વગેરેને શ્રાવકો વંદનનમન કરે એવું સંમત ન હોત, તો ઉપદેશમાલામાં શ્રી ધર્મદાસગણિએ તેનું =શ્રાવકો દ્વારા પાર્થસ્થાદિનાં વંદનનું) વારણ કેમ ન કર્યું? બીજાઓનાં (પરતીર્થિક વગેરેનાં) વંદનનું વારણ તો ત્યાં ‘રતિત્વિયા પામMo' ઇત્યાદિ વચનથી કર્યું છે જ..(તો તેની જેમ પાર્થસ્થાદિનાં વંદનનું વારણ પણ કરત જ ને?