________________
गुर्जरविवेचनसमन्विता
१२५
પણ નથી કર્યું - તેના પરથી જ જણાય છે કે, શ્રાવકોને પાર્થસ્થાદિને વંદન કરવામાં કોઈ બાધ નથી.)” (જીવાનુશાસન શ્લોક-૧૬૬,૧૬૭)
તાત્પર્ય - શ્રી ઉપદેશમાલામાં જણાવ્યું છે કે -
“(શ્રાવકો-) પરતીર્થિક-મિથ્યાદષ્ટિ બૌદ્ધાદિ સાધુને શિરથી પ્રણામ, બીજાઓ આગળ એમના ગુણવર્ણનરૂપ ઉદ્દભાવન, અને એમની સ્તવના, તથા એ કુગુરુઓ પર હાર્દિક ભક્તિરાગ, વસ્ત્રોથી સત્કાર, (વળી) એમને વળાવવા જવા કે અનુસરવાદિરૂપ સન્માન અને એમના ચરણ ધોવાદિરૂપ વિનય કરવાનું વર્જે..” (શ્લોક-૨૩૭)
આ ગાથામાં પરતીર્થિકોને વંદન કરવાનો સ્પષ્ટ નિષેધ છે. હવે જો શ્રાવકોએ પાર્થસ્થ વગેરેને પણ વંદન કરવાના ન હોત, તો પરતીર્થિકોની જેમ પાર્શ્વસ્થ વગેરેને પણ વંદન કરવાનો નિષેધ કરત! પણ કર્યો નથી..
(૩) શ્રાવકો માટે બધી રીતે આ જ પરમાર્થ છે કે – જે પાર્શ્વસ્થ વગેરે સંઘ વડે બહાર કરાયા હોય, તેમને વંદન ન કરવા બાકી તે સિવાયનાને વંદન કરી શકાય કે જે સંઘ વડે બહાર ન કરાયા હોય..)” (જીવાનુશાસન શ્લોક-૧૭૦)
તો અહીં જવાનુશાસનમાં- “શ્રાવકોએ કારણ વગર પણ પાર્થસ્થાદિને વંદન કરવા” એવું જણાવ્યું છે. (૪) ક્યાંક વળી પાર્થસ્થો અસંયત છે - એવું જણાવ્યું છે, તો ક્યાંક વળી (૫) પાર્થસ્થો ચારિત્રવાળા છે – એવું જણાવ્યું છે..
આ પ્રમાણે જુદી-જુદી અપેક્ષાએ જુદું-જુદું નિરૂપણ મળે છે. તો આ બધા વાક્યનો પરમાર્થ શું? બહુશ્રુતોએ છેલ્લો નિષ્કર્ષ શું કર્યો? તે જણાવવા ગ્રંથકારશ્રી કહે છે -
____तदेषां सर्वेषां वाक्यानामयं भावो बहुश्रुतैरभिधीयते । सर्वपार्श्वस्थसर्वावसन्नयथाच्छन्दा बहुदोषत्वेनावन्द्या भवन्तु । देशपार्श्वस्थादयस्तु तादृगपरशुद्धचारित्र्यभावे प्रागुक्तयुक्तिभिश्चारित्रसत्तायाः प्रतिपादितत्वेन बकुशकुशीलादिलक्षणान्तःपातित्वेन च प्रागुक्तज्ञानग्रहणादिकारणैश्च वन्द्या एव ।
– ગુરુગુણરશ્મિ –
* વંદન-અવંદનનો નિષ્કર્ષ ભાવાર્થ + વિવેચન - ઉપર કહેલાં આ બધાં વાક્યોનો ભાવ બહુશ્રુત પુરુષો વડે આ પ્રમાણે કરાય છે કે –
છે ‘પતિસ્થિવા પામ-સન્માવM-થાળ-ત્તિરા વા .
सक्कारं सम्माणं, दाणं विणयं च वज्जेइ ॥२३७॥' (उपदेशमाला)