________________
गुरुतत्त्वसिद्धिः
श्रीआवश्यके - णाणं पयासगं सोहओ तवो संजमो य गुत्तिकरो । तिण्हंपि समाजोगे मोक्खो जिणसासणे भणिओ ।।१०३।।
– ગુરુગુણરશ્મિ – શ્રી આવશ્યકનિયુક્તિમાં જણાવ્યું છે કે -
“જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક છે અને સંયમ ગુપ્તિ કરનાર છે – આ ત્રણેનું જોડાણ થતાં મોક્ષ થાય, એવું જિનશાસનમાં કહેવાયું છે.” (શ્લોક-૧૦૩)
વિશેષાર્થ:- જેમ ઘરનો કચરો દૂર કરવા, (૧) દીવો પ્રકાશ કરવા દ્વારા ઉપકાર કરે છે, (૨) શોધક-ઝાડું, કચરાને બહાર કાઢવા દ્વારા ઉપકારક કરે છે, અને (૩) બારી નવા કચરાને અટકાવવા દ્વારા ઉપકાર કરે છે. તેમ આત્માના કર્મરૂપી કચરાને દૂર કરવા, (૧) જ્ઞાન પ્રકાશ કરવા દ્વારા ઉપકાર કરે છે, (૨) તપ શુદ્ધિ કરવા દ્વારા ઉપકાર કરે છે, અને (૩) સંયમ ગુપ્તિ કરવા દ્વારા ઉપકાર કરે છે.
હવે આ બધા વાક્યો વિશે ગ્રંથકારશ્રી પોતાનું મંતવ્ય રજુ કરે છે –
___इत्यादिषु क्वचित्केवलस्य ज्ञानस्य क्वचिद्दर्शनस्य क्वचिच्चारित्रस्य क्वचित्तत्त्रयस्य क्वचिज्ज्ञानदर्शनचारित्रतपसां च मोक्षसाधनत्वं प्रतिपाद्यते । न चात्र कश्चिद्विरोधः, न चापि मतिमतामत्र मतिमोहः कर्तुं युक्तः ।
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ +વિવેચન - ઉપર બતાવેલા શાસ્ત્રોમાં (૧) ક્યાંક કેવળજ્ઞાનને મોક્ષનું કારણ કહ્યું છે, (૨) ક્યાંક કેવળદર્શનને મોક્ષનું કારણ કહ્યું છે, (૩) ક્યાંક કેવળચારિત્રને, તો (૪) ક્યાંક દર્શન, જ્ઞાન અને ચારિત્ર - એ ત્રણેને મોક્ષનું કારણ કહ્યું છે, અને ક્યાંક તો વળી (૫) દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ - એમ ચારને મોક્ષનાં કારણ તરીકે કહ્યાં છે..
અને આ પ્રમાણે જુદી-જુદી અપેક્ષાએ જુદું-જુદું નિરૂપણ કરવામાં કોઈ વિરોધ કે બુદ્ધિમાન જીવોએ મતિમોહ (=“આવું તો વળી કેવી રીતે હોઈ શકે ?' એવી આશંકા કે વિપર્યાસરૂપ મોહ) કરવો પણ ઉચિત નથી..
તેનું કારણ એ જ કે, આવું નિરૂપણ યુક્તિસંગત છે. હવે કેવી રીતે યુક્તિસંગત છે? તે જણાવવા ગ્રંથકારશ્રી કહે છે -
आगमे हि कानिचित् एकैकांशग्राहकतया नयवाक्यानि भवन्ति, कानिचिच्च