________________
१२०
गुरुतत्त्वसिद्धिः
(૧) વસ્તુના એક અંશને લઈને નિરૂપણ કરનારા વાક્યને “નયવાક્ય કહેવાય. (જેમ કે રત્નત્રયીમાંથી માત્ર જ્ઞાનાદિ એકેકને લઈને નિરૂપણ કરનારા વાક્યો.)
(૨) વસ્તુના બધા અંશોને લઈને નિરૂપણ કરનારા વાક્યોને “પ્રમાણવાક્ય' કહેવાય. (જેમ કે સમસ્ત રત્નત્રયીનું સ્વરૂપ બતાવનારાં વાક્યો..) હવે ગ્રંથકારશ્રી બંને પ્રકારનાં વાક્યોનાં કેટલાંક ઉદાહરણો બતાવે છે..
* જ્ઞાનની પ્રધાનતા બતાવનારાં વાક્યો * શ્રી ઉપદેશમાલામાં કહ્યું છે કે -
“(કાંઇક ક્રિયારહિત જ્ઞાની, અને કંઈક જ્ઞાનરહિત ક્રિયાવાળો, બેમાં કોણ સારો? તો કે –). ચારિત્રથી હીન પણ વાદ-વ્યાખ્યાનથી) પ્રવચનની પ્રભાવના કરનારો જ્ઞાનાધિક એ વધુ સારો છે, પણ માસક્ષમણાદિ) દુષ્કરને સારી રીતે કરનારો પણ અલ્પજ્ઞાની તેવો નહીં..” (શ્લોક-૪૨૩)
શ્રી આવશ્યકમાં પણ કહ્યું છે કે -
“જ્ઞાનને જાણો, જ્ઞાનનું પરાવર્તન કરો અને જ્ઞાનના આધારે જ તમામ કાર્યો કરો.(કારણ કે) જ્ઞાની પુરુષ જ્ઞાનના બળે (વસંસાર સમુત્ર)ચતુર્ગતિરૂપ સંસારસમુદ્રનો પાર પામે છે.” ' હવે દર્શનની પ્રધાનતા બતાવનારાં આગમવાક્યો જણાવે છે –
तथा भक्तपरिज्ञाप्रकीर्णके - दसणभट्ठो भट्ठो न हु भट्ठो होइ चरणपब्भट्ठो । सिझंति चरणरहिआ दंसणरहिआ न सिझंति ।।६५।।
– ગુરુગુણરશ્મિ –
* દર્શનની પ્રધાનતા બતાવનારું વાક્ય * શ્રી ભક્તપરિસ્સામાં કહ્યું છે કે -
“ચારિત્રથી ભ્રષ્ટ થયેલો સર્વભ્રષ્ટ થાય એવું નથી,પણ સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલો તો બધાથી ભ્રષ્ટ થાય છે. ચારિત્ર વિનાના સિદ્ધ થઈ શકે છે (ગૃહીલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ વગેરે જીવો..) પણ દર્શન વિનાના કોઈપણ જીવો સિદ્ધ થાય નહીં.” (શ્લોક-૬૫)
હવે ચારિત્રની પ્રધાનતા બતાવનારાં આગમવાક્યો જણાવે છે -
तथा श्रीआवश्यके - दसारसीहस्स य सेणिअस्स, पेढालपुत्तस्स य सच्चइस्स । अणुत्तरा दंसणसंपया तया, विणा चरित्तेणऽहरं गई गया ।।११६०।।