________________
गुर्जरविवेचनसमन्विता
હવે આ વિશે પૂર્વપક્ષની આશંકાનું સમાધાન કરવા ગ્રંથકારશ્રી જણાવે છે કે -
–
तथा ननु पार्श्वस्थादीनां वन्द्यत्वे, कथं पासत्थो ओसन्नो' इत्यादिवाक्यैः सह न विरोधः ? उच्यते - सर्वदेशपार्श्वस्थादीनामुक्तयुक्त्या वन्द्यत्वमवन्द्यत्वं चास्ति ।
- ગુરુગુણરાશ્મિ - ભાવાર્થ + વિવેચન:-પૂર્વપક્ષ:- ‘પાસભ્યો ગોસન્નો..' એ બધા ઉપદેશમાલા – આવશ્યકાદિના પાઠ પરથી સ્પષ્ટ વિધાન જણાય છે કે – પાર્થસ્થાદિને વંદન થઈ શકે જ નહીં (તેઓ જિનમતમાં અવંદનીય છે.) અને હવે ઉપર કહેલી દલીલોથી જો તમે પાર્થસ્થાદિને વંદનીય કહો, તો તે વાક્યોની સાથે વિરોધ કેમ ન આવે?
ઉત્તરપક્ષ - કહેવાય છે - ઉપર કહેલી યુક્તિ પ્રમાણે સર્વપાર્થસ્થો (નિષ્ફરપરિણામવાળા) હોઈ અવંદનીય છે અને દેશપાર્થસ્થો (દોષ સેવવા છતાં પણ પશ્ચાત્તાપાદિના પરિણામવાળા હોઈ) વંદનીય છે..
એટલે ભાવ એ કે, પાર્થસ્થાદિને અવંદનીય જણાવનારાં જે આવશ્યકાદિનાં વાક્યો છે, તે સર્વપાર્થસ્થ વગેરેને લઈને સમજવા, દેશપાર્થસ્થ વગેરેને લઈને નહીં. (કારણ કે દેશપાર્થસ્થ વગેરે પશ્ચાત્તાપાદિના પરિણામવાળા હોઈ તત્કાળ અસંયત ન બને અને અસંયત ન હોવાથી તેઓને વંદનીય માનવામાં કોઈ બાધ નથી..) આગમવાક્યો જુદી જુદી અપેક્ષાએ અનેક પ્રકારનાં હોય છે, તે જણાવવા ગ્રંથકારશ્રી કહે છે -
-9 आगमवाक्यानि च नयवाक्यप्रमाणवाक्यत्वेन द्विधाऽपि भवन्ति । यतः श्रीउपदेशમનાય –
नाणाहिओ वरतरं, हीणो वि हु पवयणं पभावितो । न य दुक्करं करितो, सुट्ट वि अप्पागमो पुरिसो ॥४२३।। श्रीआवश्यके ( लोक-११४० टीकायाम्) - 'णाणं मुणेह (गिण्हइ) णाणं गुणेह णाणेण कुणउ किच्चाई । भवसंसारसमुदं णाणी नाणेण (णाणे ठिओ) उत्तरइ ॥३॥'
– ગુરુગુણરશ્મિ -
* પ્રમાણવાક્ય-નયવાક્યનું સ્વરૂપ * ભાવાર્થ + વિવેચનઃઆગમનાં વાક્યો બે પ્રકારે હોય છેઃ (૧) નયવાક્ય, અને (૨) પ્રમાણવાક્ય.