________________
गुर्जर विवेचनसमन्विता
વાત આ છે - શંકાનું કા૨ણ ન હોવા છતાં, શંકા કરીને તે સાવકો બાળક જેવી રીતે આ લોકના અનર્થને પામ્યો, તેવી રીતે અવિતથ એવા જિનમતમાં શંકા કરનારો જીવ પોતાના આત્માને અનર્થનું સ્થાન બનાવે છે..
११७
--
શ્લોકાર્થ :- શુભ શુકન પણ અપશુકનની કલ્પનાથી અશુભ ફળ આપે છે. એ પ્રમાણે શુભ પણ ક્રિયા મલિન હૃદવાળાને અશુભ ફળ આપે છે..(૪)
તાત્પર્યાર્થ ::- શુભ શુકન પણ અપશુકનની કલ્પનાથી અશુભ ફળ આપે છે, એ વિશે ઉદાહરણ આ પ્રમાણે છે –
બે યુવાનો પોતપોતાના કામ માટે ઘરમાંથી બહાર નીકળ્યા..સામે જ એક મુનિરાજ આવતા હતાં..(૧) એક યુવાને વિચાર્યું કે - ‘અહો ! પૂજ્ય મહાત્મા સામે મળ્યા છે, એટલે મારું કામ થઈ જ જશે..’ ખરેખર, તેનું કામ થઈ ગયું ! (૨) બીજા યુવાને વિચાર્યું કે - ‘નીકળતાં જ આ મુંડિયો સામે આવવાથી અપશુકન થયા, એટલે મારું કામ નહીં થાય.’ ખરેખર તેનું કામ ન જ થયું.. (ચૈત્યવંદનમહાભાષ્ય શ્લોક-૧૦૫)
–
પ્રસ્તુતમાં અર્થ એ કે, વર્તમાનકાલીન નિગ્રંથો વાસ્તવમાં પૂજનીય જ છે, પણ સામેવાળો તેઓને પાર્શ્વસ્થાદિ માની અવંદનીય માને, તો તે બધા દોષો-અનર્થોનો ભાગીદાર તે પોતે જ બને.. વળી ગ્રંથકારશ્રી બીજી એક હિતશિક્ષા આપતા કહે છે કે -
-00
-00
न च शासने केषांचिद्दोषान् दृष्ट्वा सर्वेषां सदोषत्वमारोपयितुं युक्तं, यतो बृहद्भाष्ये
" जो जिणसंघ हीलइ संघावयवस्स दुक्कयं दठ्ठे । सव्वजणहीलणिज्जो भवे भवे होइ सो जीवो । । १३३ ।। जइ कम्मवसा केई असुहं सेवंति किमिह संघस्स ? | विट्टालिज्जइ गंगा कयाइ किं कागसबरेहिं ? ।। १३४ ।। जो पुण संता संते दोसे गोवेइ समणसंघस्स । विमलजसकित्तिकलिओ सो पावइ निव्वुइं तुरिअं । । १३५ ।। जह कणरक्खणहेउं रक्खिज्जइ जत्तओ पलालंपि ।
सासणमालिन्नभया, तहा कुसीलंपि गोविज्जा ।। १३६ ।। " इति ।
(પેડ્વવંદ્રમહામાસ)
- ગુરુગુણરશ્મિ --
ભાવાર્થ + વિવેચન :- બીજી વાત, શાસનમાં કેટલાક જીવો એવા પણ હોય છે કે જેઓ અનુચિત