________________
गुर्जरविवेचनसमन्विता
(૨) સાંભોગિકગચ્છન (સમાન આચારવાળા) આચાર્ય પાસે.. તે ન હોય તો સાંભોગિકગચ્છના ઉપાધ્યાય પાસે.. એ ન હોય તો ઉત્તરોત્તરક્રમે યાવત્ સાંભોગિકગચ્છના ગણાવચ્છેદક પાસે..હવે ધારો કે સાંભોગિક ગચ્છના પણ આચાર્યાદિ કોઈ ન હોય, તો..
| (૩) સંવિગ્ન એવા અસાંભોગિક (=પોતાના ગચ્છની સામાચારી કરતાં જુદી સામાચારીવાળા) ગચ્છના આચાર્ય પાસે.. એ ન હોય તો એ ગચ્છના ઉપાધ્યાય પાસે .. એમ ઉત્તરોત્તર ક્રમે યાવતું એ ગચ્છના ગણાવચ્છેદક પાસે. હવે ધારો કે સંવિગ્ન-અસાંભોગિક ગચ્છમાં પણ આચાર્યાદિ કોઈ ન મળે, તો..
(૪) ગીતાર્થ પાર્થસ્થ પાસે આલોચના લેવી.. અહીં “ગીતાર્થ પાર્થસ્થ’ કહેવા દ્વારા અગીતાર્થ પાર્થસ્થ પાસે ન લેવી – એવું કહી દીધું.. હવે જો ગીતાર્થ પાર્શ્વસ્થ ન હોય, તો..
(૫) ગીતાર્થ સારૂપિક પાસે આલોચના લેવી.. સરૂપિક એટલે જે સાધુના વેષમાત્રનો ધારક હોય, પણ વાસ્તવમાં ગૃહસ્થ જેવો જ હોય.. જે મસ્તક મુંડાવે, ઓઘો ન રાખે, તુંબડાના પાત્રથી ભિક્ષા માટે ફરે અને પત્નીથી રહિત હોય, તે સારૂપી છે.. આવો સારૂપી ન હોય, તો ..
(૬) ગીતાર્થ પશ્ચાત્કૃત પાસે આલોચના લેવી. પશ્ચાત્કૃત એટલે ચારિત્રનો વેષ છોડી દીધા પછી જે ગૃહસ્થ તરીકે વર્તે છે તે..
હવે પાર્થસ્થાદિ પાસે આલોચના લેવાની વિધિ આ પ્રમાણે છે –
પહેલાં પાર્થસ્થાદિ પાસે જઈને તેમની પાસે ઔચિત્યપૂર્વક સ્વીકારાવવું કે - “આપ શ્રી મારા વંદનાદિ લ્યોને!” તેઓ હા કહે, તો તેમની પાસે આલોચના લેવી, અન્યથા નહીં. કારણ કે ધર્મનું મૂળ વિનય છે.
હવે પાર્થસ્થાદિ એવું માનતા હોય કે - “મારો આત્મા હનગુણવાળો છે, એટલે તમારા વંદન હું ના લઉં.” તો ત્યારે પાર્થસ્થાદિનું આસન પાથરીને તેમને પ્રણામમાત્ર કરીને આલોચના લેવી..
જ પોતાના ગચ્છમાં જે પ્રમાણે ગોચરી-પાણી-વંદન વગેરેનો વ્યવહાર ચાલે છે, તેના સમાન વ્યવહારવાળો ગચ્છ તે “સાંભોગિક ગચ્છ' કહેવાય, અર્થાત્ એકસરખી સામાચારીવાળો ગચ્છ. (જે ગચ્છની સાથે ગોચરી-પાણી વગેરેનો વ્યવહાર ચાલુ હોય તે..)
ત્ર આ વ્યાવર્તક વિશેષણ છે, તેનાથી અસાંભોગિક પણ જો અસંવિગ્ન હોય, તો તેમની પાસે આલોચનાન લઈ શકાય - એવું કહેવાયું..
* 'गीतार्थस्य सारूपिकस्य पार्श्वे संयतवेषस्य गृहस्थस्य, लिङ्गमात्रधारिण इत्यर्थः ।' इति जीतकल्पवृत्तौ (श्लो.
૨૨ ).
* “વ્યવહા૨વૂળ્યમુ- .. સાવિમો નામ સિરમુખ્તો ગરબોદરનો મતાર્દિfમવરd fev_૩ મળ્યો વા ” – अष्टकवृत्तौ - ५/८॥ 'पश्चात्कृतचरणस्य-परित्यक्तचारित्रवेषस्य गृहस्थस्य' जीतकल्पवृत्तौ ( श्लो.१२)
* તેઓ હા કહે તો પણ બધા લોકોની સામે તેમને વંદન ન કરવા, કારણ કે તેવી રીતે વંદન કરવામાં લોકોની દૃષ્ટિએ જૈનશાસનનો ઉપહાસ થાય કે – “કેવી મર્યાદા? કે હીનાચારવાળા પાર્થસ્થાદિ મોટા ને સારા આચારવાળા સુવિહિતો નાના!?'.. અને આવું થવાથી પ્રવચનની લઘુતા થાય. એટલે પાર્થસ્થાદિને કોઈક ગુપ્તસ્થાને વંદનાદિ કરવા અને પછી આલોચના-પ્રાયશ્ચિત્ત લેવા..