________________
गुर्जरविवेचनसमन्विता
१०९
પ્રસ્તુતમાં વાત એ કે - અહીં જીતકલ્પભાષ્યમાં “આ પાર્થસ્થાદિ મારા પરિવારરૂપ થશે’ એવાં બધાં કારણોથી જ પાર્થસ્થાદિ પર જે મમત્વાદિ થાય છે, તેનો નિષેધ કરાયો છે..
બાકી “આ મારો સાધર્મિક છે – સંયમમાં ઉદ્યમ કરશે’ એવાં બધાં કારણોથી તો પાર્થસ્થાદિ પરનો મમત્વભાવ માન્ય જ છે..(અને આ પ્રમાણેનો મમત્વભાવ માન્ય હોવાથી જ ફલિત થાય છે કે પાર્થસ્થાદિ સર્વથા અચારિત્રી જ નથી.)
બીજું -
___यच्च श्रीमहानिशीथे सुमतिश्राद्धस्यानन्तसंसारित्वमुक्तम्, तन्न कुशीलसंसर्गमात्रजनितम्, किन्तु नागिलनाम्ना भ्रात्रा प्रतिबोधनेऽपि शुद्धचारित्रिसद्भावेऽपि तादृक्कुशीलनिर्ध्वंसपरिवारस्य सचित्तोदकपरिभोगादिबहुदोषदुष्टस्यैकान्तमिथ्यादृष्टेरभव्यस्य ज्येष्ठसाधोः पार्श्वे दीक्षाग्रहणेन 'जारिसउ तुम अबुद्धिउ तारिसो सोवि तित्थयरो' इति श्रीतीर्थकराशातनाकारित्वेन च वेदितव्यम् ।
– ગુરગુણરશ્મિ – ભાવાર્થ - મહાનિશીથસૂત્રમાં જે સુમતિશ્રાવકનું અનંતસંસારીપણું કહ્યું છે, તે માત્ર કુશીલોના સંગથી નથી થયેલું, પણ નાગિલ નામના ભાઈએ પ્રતિબોધ કર્યો, અને ત્યારે શુદ્ધ ચારિત્રધર હતા, તે છતાં પણ, તેવા કુશીલ અને નિર્ધ્વસ પરિવારવાળા, સચિત્ત પાણી પીવાદરૂપ મોટા દોષથી દુષ્ટ, એકાંત મિથ્યાષ્ટિ અને અભવ્ય એવા જ્યેષ્ઠ સાધુની પાસે દીક્ષા લેવા દ્વારા અને “જેવો તું અબુદ્ધિ છે, તેવો જ તારો તીર્થકર પણ છે એ પ્રમાણે શ્રીતીર્થકરની આશાતના કરવા દ્વારા (તેનું અનંતસંસારીપણું થયેલું) સમજવું.
વિવેચનઃ-પૂર્વપક્ષ - જો પાર્શ્વસ્થ-કુશીલાદિમાં કોઈક અપેક્ષાએ ચારિત્ર હોય, તો શ્રીમહાનિશીથસૂત્રમાં કુશીલના સંગથી સુમતિ શ્રાવકનું અનંતસંસારીપણું કેમ કહ્યું?
ઉત્તરપક્ષઃ- સાંભળો, મહાનિશીથસૂત્રમાં જે સુમતિ શ્રાવકનો અનંત સંસાર કહ્યો છે, તે અનંતસંસાર માત્ર કુશીલોના સંગથી નથી થયો, પણ તેમાં બીજા અનેક કારણો ભાગ ભજવે છે –
(૧) સુમતિ શ્રાવક, જે પાંચ સાધુઓના છંદમાં દીક્ષા લેવાનો હતો, તે વૃંદમાંનો મોટો સાધુ સચિત્તપાણી પીવારિરૂપ મોટા દોષોને સેવતો હતો અને તે એકાંતે મિથ્યાત્વી ને યાવત્ અભવ્ય હતો! અને તેનો આખો પરિવાર કુશીલ તથા નિર્ધ્વસપરિણામી હતો..(આવા સાવ જ નીચલી કક્ષાના પરિણામવાળાની સાથે રહેવાથી પોતાના પણ પરિણામ નિર્ધ્વસ થાય જ..)
(૨) તેણે જ્યારે તેવાઓની પાસે દીક્ષા લીધી, ત્યારે શુદ્ધચારિત્રી - સુવિહિત મહાત્માઓ હતા જ.. (એટલે ત્યારે તો સુવિહિતોની પાસે જ દીક્ષા લેવી જોઈએ. તે છતાં શિથિલતાઓના અનુરાગથી તેનું તે તરફનું ઢલાણ હતું.)