________________
१०८
गुरुतत्त्वसिद्धिः
* અવસગ્નમાં સંયમનું આરાધકપણું * (૨) કોઈ જીવ ગચ્છવાસી-અનુયોગી-ગુરુપરતંત્ર અને અનિયતવાસી એમ ૪ પદના જોડાણવાળો હોય, તો તે જીવમાં આયુક્તપણું ન હોવાથી અને તેના બદલે તેનો વિરોધી અવસગ્નપણું હોવામાં પણ - તે ચતુઃસંયોગી ભાંગાવાળો હોવાથી - સંયમનો આરાધક કહેવાયો છે.. અને સંયમનો આરાધક કહેવા દ્વારા તેવા અવસગ્નનું પણ ચારિત્રધરપણું કહેવાયું જ..
એટલે આ પ્રમાણે પણ પાર્થસ્થ વગેરેને ચારિત્રની સત્તા હોય છે - એવું સાબિત થયું.. (એટલે પાર્થસ્થો સર્વથા અચારિત્રી – અવંદનીય છે, એવું ન કહેવું.)
હવે ગ્રંથકારશ્રી આ વિશે એક બીજો તર્ક જણાવે છે –
तथा - पासत्थोसनाणं कुसीलसंसत्तनीयवासीणं । जो कुणइ ममत्ताई परिवारनिमित्तहेउं च ।।१०६३।। तस्स इमं पच्छित्तं० ।।१०६४॥
अह पुण साहम्मित्ता संजमहेउं च उज्जमिस्सति वा । कुलगणसंघगिलाणे तप्पिस्सति एव बुद्धी तु ।।१०६६ ।। एव ममत्तकरेंते परिवालण अहव तस्स वच्छल्लं । दढ आलंबणचित्तो सुज्झति सव्वत्थ साहू तु ।।१०६७॥
इति श्रीजीतकल्पस्य भाष्ये पार्श्वस्थादीनां ममत्वादि ममायं परिवारो भविष्यतीत्यादिकारणैरेव निषिद्धम्, साधर्मिकत्वादिकारणैस्तु अनुमतमेव ।
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ + વિવેચન - આ વિશે શ્રી જીતકલ્પભાષ્યમાં કહ્યું છે કે –
(૧-૨) પાર્થસ્થ, અવસગ્ન, કુશીલ, સંસક્ત અને નિત્યવાસી - આ બધા પર જે મમત્વ વગેરે કરે છે, “આ સાધુઓ મારા વંદને વધારવા - મારા પરિવારને વધારવા કારણ બનશે એવું વિચારી જે તેઓ પર મમત્વાદિ કરે, તે ભિક્ષુ વગેરેને અનુક્રમે આ (= જીતકલ્પભાષ્યમાં જે આગળ કહેવાયું છે એ) પ્રાયશ્ચિત્ત આવે.. (શ્લોક-૧૦૬૩,૧૦૬૪)
(૩-૪) “પાર્થસ્થાદિ સાધુઓ મારા સાધર્મિક છે” એવા ઉદ્દેશથી અથવા “વાત્સલ્ય આપવાથી આ લોકો સંયમ માટે ઉદ્યમ કરશે. કુલ, ગણ, સંઘ અને ગ્લાનની ચિંતા કરશે..” એવાં દઢ આલંબનોને લઈને જો સાધુ તેઓ પર મમત્વભાવ કરે, તેમની પરિપાલના-સારસંભાળ કરે અથવા તેમને વાત્સલ્ય આપે, તો તે સાધુ સર્વત્ર શુદ્ધ રહે છે.. (કારણ કે તેનો આશય કલુષ નથી..) (શ્લોક-૧૦૬૬-૧૦૬૭)
- - - *'तस्स इमं पच्छित्तं, निव्वीयादी तु अंत आयामं । भिक्खुमादीयाणं, चतुण्ह वि होती जहकमसो ॥१०६४॥'
=
=
=
=
=
=