________________
गुर्जरविवेचनसमन्विता
११३
પ્રસ્તુતમાં વાત એટલી જ કે, જે ગુણાધિક હોય તે વંદનીય છે – એવું આવશ્યકસૂત્રનું વિધાન
છે..
તેથી વર્તમાનકાળને ઉચિત યતનાપૂર્વક છ જવનિકાયની યતના કરતા મુનિઓ શ્રાવકોને વંદનીય જ છે, કારણ કે તેઓ ગુણાધિક છે અને ગુણાધિકને વંદન કરવાનું આવશ્યકનું વચન છે જ..)
ननु न वयं सर्वथा साधूनामभावं वदामः । किन्तु मा पार्श्वस्थादयोऽभूवन मा तद्वन्दनदोषश्चाभूत्, इति न वन्दामहे । तर्हि जातं युष्माकमप्यषाढाचार्यशिष्यवदव्यक्तनिह्नवत्वं ।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ - પૂર્વપક્ષ - અમે સર્વથા સાધુનો અભાવ નથી કહેતાં, પણ તેઓ પાર્થસ્થાદિ હોય અને તેઓને વંદન કરવાનો દોષ ન લાગી જાય, એની વાત છે. ઉત્તરપક્ષ - આ તો તમારું અષાઢાચાર્યના શિષ્યની જેમ અવ્યક્ત નિહ્નવપણું જ આવી ગયું.
* સર્વત્ર પાર્થસ્થપણાની શંકા રાખનારાઓની અવ્યક્તનિલવતા * વિવેચનઃ-પૂર્વપક્ષઃ અમે કંઈ એવું નથી કહેતા કે વર્તમાનકાળમાં કોઈ સાધુઓ જ નથી. પણ કહેવાનો ભાવ એ કે, વર્તમાનકાળમાં વિચરતા સાધુઓ ધારો કે પાર્થસ્થ વગેરરૂપ હોય, તો તેવા પાર્થસ્થ વગેરેને વંદન કરવાનો દોષ લાગે ! (એટલે જ અમે વર્તમાનકાલીન સાધુઓને વંદન કરતા નથી.)
ઉત્તરપક્ષઃ અરે ! આ રીતે તો તમે અષાઢાચાર્યના શિષ્યોની જેમ અવ્યક્તનિહ્નવ જ સાબિત થયા. (અષાઢાચાર્યના શિષ્યો “કોણ સાધુ? કોણ અસાધુ?” એ વ્યક્ત જણાતું ન હોવાથી વંદન ન માનનારા હોવાથી અવ્યક્તનિહ્નવ છે અને તો તેની જેમ સર્વત્ર પાર્થસ્થપણાની શંકા રાખનારા પણ અવ્યક્તનિલવ થશે.)
અષાઢાચાર્યના શિષ્યો, પરસ્પર એકબીજાને વંદન નહોતા કરતા. તેનું કારણ એ જ કે તેઓને શંકા થયા કરતી કે - “આ મહાત્મા કદાચ દેવ જ હશે, દેવ જ આમના શરીરમાં પ્રવેશીને બોલવાનું - ચાલવાનું કરતો હશે.” હવે જો આ મહાત્માને વંદન કરીશું, તો દેવના વંદન દ્વારા અવિરતને વંદન કરવાનો દોષ લાગશે! એના કરતાં બહેતર છે કે વંદન જ ન કરવું..
પણ આવા જીવોને નિહ્નવ કહ્યા છે, પરમાત્માની આજ્ઞાના લોપક કહ્યા છે અને તમે પણ વર્તમાનકાલીન સાધુઓ પર પાર્થસ્થાદિની આશંકા રાખીને, તેઓને વંદન ન કરવા દ્વારા પોતાનું અવ્યક્તનિહ્નવપણું (આજ્ઞાલોપકપણું) જ પ્રગટ કર્યું..
બીજી વાત -