________________
११०
गुरुतत्त्वसिद्धिः
(૩) ઉપકારી એવા “નાગિલ” નામના ભાઈએ ખૂબ સમજાવ્યો, તે છતાં તેની નિષ્ફરતા એટલી હદે હતી કે તે લેશમાત્ર પણ સમજ્યો નહીં..
(૪) નાગિલે જ્યારે કહ્યું કે - “શ્રીનેમિનાથ ભગવાનના કહેવા મુજબ આવા સાધુઓ સુવિહિત ન કહેવાય.” ત્યારે તે સુમતિએ રોષમાં આવીને કહ્યું હતું કે - “જેવો તું અબુદ્ધિ છે, તેવો જ તારો તીર્થકર પણ બુદ્ધિ વગરનો છે.. અને આવું કહેવા દ્વારા તેણે તીર્થંકરની ઘોર આશાતના કરી હતી..
એટલે આ બધા કારણો ભેગા મળ્યા હોવાથી જ તે સુમતિ શ્રાવકનું અનંતસંસારીપણું થયું હતું - એમ સમજવું.
બીજી વાત -
किञ्च - यदि पार्श्वस्थादीनां लिङ्गधारित्वमेवेष्टं स्यात् तदा 'दगपाणं पुष्फफल'मित्यादि पूर्वोक्तोपदेशमालागाथापंचकेन लिगमात्रधारिणां लक्षणानि, 'बायालमेसणाओ' इत्यादिपूर्वोक्तगाथासमुदायेन च पार्श्वस्थादिस्थानादि कुतः पृथक् पृथक् प्रतिपादितानि ?
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ-વિવેચનઃ-ઉપદેશમાલામાં (૧) ‘પાળ પુBwd' વગેરે પૂર્વે કહેલી પાંચ =૩૪૯૩૫૦) ગાથાઓથી માત્ર લિંગધારીઓનું (=વેષમાત્ર ધારણ કરી રાખનારાઓનું સ્વરૂપ બતાવ્યું છે, અને (૨) દેવાયાતનામો’ વગેરે પૂર્વે કહેલી (૩૫૧-૩૮૨) ગાથાઓથી પાર્શ્વસ્થ વગેરેનું સ્વરૂપ બતાવ્યું છે..
- હવે આ વિશે અમારું કહેવું છે કે – જો પાર્શ્વસ્થ વગેરે લિંગધારી તરીકે જ માન્ય હોત, તો ઉપદેશમાલામાં તેઓનું જુદું લક્ષણ કેમ બનાવ્યું? માત્ર લિંગધારી હોઈ તેઓનું લક્ષણ પણ ‘પાળ પુ સ્ત' ઇત્યાદિથી જ કહેવાઈ જતું હતું ને?
એટલે જણાય છે કે, પાર્થસ્થાદિ માત્ર લિંગધારી નથી, તેઓમાં પણ અપેક્ષાએ (=સાતિચાર) ચારિત્ર છે જ અને એટલે જ લિંગધારી કરતાં તેઓનું જુદું લક્ષણ બતાવ્યું..
આ જ વાત ફલિતાર્થરૂપે જણાવે છે - – ___ततोऽयमाशयः – 'दगपाणं पुष्फफलं' इत्यादि लक्षणभृतो द्रव्यलिगिनोऽसंयता एव । 'बायालमेसणाओ न रक्खइ' इत्यादि पार्श्वस्थादिस्थानानि तु पुनः पुनः सेवमानः पश्चात्तापमुक्तो गुरोः पुरस्तदनालोचयन् शनैः शनैः कियता कालेनासंयतो भवति ।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ + વિવેચન - તેથી ઉપદેશમાલાનો આશય આ પ્રમાણે જણાય છે કે -