________________
१०६
गुरुतत्त्वसिद्धिः
(ખ) વૈયાવચ્ચ પહેલાં એની પાસે નિર્ણય કરાવવો કે “તું સ્વસ્થ થાય ત્યારે હું જે કહું તે કરવું પડશે.”
(ગ) પછી તે સાજો થયા બાદ તેને ધર્મકથા કરે.. અથવા તો ‘' શબ્દનો એવો પણ અર્થ થાય કે, આ સાધુ ત્યાંના લોકોને કહે કે “શું સાધુની વૈયાવચ્ચ અશુદ્ધ ( દોષિત-સચિત્ત) ભોજનાદિ વડે થઈ શકે? ન જ થઈ શકે..”
(ઘ) હવે જો આ ગ્લાન પોતાના પાર્શ્વસ્થપણાદિથી પાછો ફરે, સંવિગ્નવિહાર માટે (=ઉદ્યમશીલ થઈ આચારપાલન માટે) તૈયાર થાય, તો પછી એ ગ્લાનને પોતાનો સંઘાટક બનાવીને આ સાધુ ત્યાંથી ગમન કરે.” (ઓઘનિયુક્તિભાષ્ય શ્લોક-૩૯)
હવે જો પાર્થસ્થાદિ એકાંતે મિથ્યાત્વી જ હોય, તો ગ્લાનપણામાં તેમની વૈયાવચ્ચ, સંવિગ્ન વિહાર માટે તૈયાર થાય તો તેમને પોતાનો સંઘાટક બનાવવો.. એ બધું કેવી રીતે સંભવે? (તેથી તેઓને મિથ્યાત્વી માનવા ઉચિત નથી.)
આ વિશે ઉપદેશમલામાં પણ કહ્યું છે કે –
श्रीउपदेशमालायामपि - एगागी पासत्थो, सच्छंदो ठाणवासि ओसनो । दुगमाई संजोगा, जह बहुआ तह गुरू हुंति ।।३८७।। अत्र द्विकादियोगा गुरवो बहुदोषाः, पदानां वृद्ध्या दोषवृद्धेः । गच्छगओ अणुओगी, गुरुसेवी अणियओ गुणाउत्तो । संजोएण पयाणं, संजमआराहगा भणिया ।।३८८।।
अत्र गच्छगतो न एकाकी । अनुयोगी न पार्श्वस्थः । गुरुसेवी न स्वच्छन्दः । अनियतवासी न नित्यवासी । आयुक्तो नाऽवसनः । अत्र च पदानां वृद्ध्या गुणवृद्धिः । अत्र गच्छगतत्वादिपदचतुष्कयोगेऽनुयोगित्वायुक्तत्वयोरन्यतरस्यायोगे पार्श्वस्थत्वस्यावसन्नत्वस्य वा भावेऽपि संयमाराधकत्वं भणता भणितमेव पार्श्वस्थादीनामपि चारित्रित्वम् ।
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ +વિવેચનઃ- “(૧) એકાકી, (૨) પાર્થસ્થ,(૩) સ્વચ્છંદ–ગુર્વાજ્ઞારહિત, (૪) સદા સ્થિરવાસી, અને (૫) અવસગ્ન=આવશ્યકાદિમાં શિથિલ - આ પાંચ પદો છે. તેઓના બ્રિકસંયોગી વગેરે ભાંગાઓથી જેમ જેમ બહુપદો મળે, તેમ તેમ તે જીવો વધુ ભારે દોષવાળા ગણાય.” (ઉપદેશમાલા શ્લોક-૩૮૭)