________________
१०४
गुरुतत्त्वसिद्धिः
“પાર્થસ્થ તે બેઠો રહે છે. સૂત્રપોરિસી કે અર્થપોરિસીને પણ કરતો નથી.. સમ્યગ્દર્શન વગેરેના અતિચારોમાં વર્તે છે, તે અતિચારોનું સેવન કરે છે. (સર્વપાર્થસ્થ-) ચારિત્રમાં વર્તતો નથી, અથવા (દશપાર્થ0) ચારિત્રમાં રહેવા છતાં અતિચારોને વર્જતો નથી (અર્થાત્ સાતિચાર ચારિત્ર પાળે છે)..આ પ્રમાણે સ્વસ્થ રહે (=પોતાના સ્થાને જ ઊભો રહે, ધર્મમાં આગળ ન આવે) તે પાર્થસ્થ” સમજવો.”
આના પરથી સ્પષ્ટ જણાય છે કે, પાર્થસ્થોને સર્વથા ચારિત્રનો અભાવ નથી હોતો..(દેશપાર્થસ્થાને સાતિચાર ચારિત્ર પણ હોય છે..)” (ઇતિ પ્રવચનસારોદ્ધારસૂત્ર શ્લોક-૧૨૩ વૃત્તિ)
હવે ગ્રંથકારશ્રી પ્રવચનસારોદ્ધારસૂત્રવૃત્તિ અને નિશીથચૂર્ણિ વિશે પોતાનો અભિપ્રાય જણાવે છે -
अत्र च निशीथचूर्णी - ‘चारित्ते न वट्टइ' इति सर्वपार्श्वस्थग्रहणं । 'अइआरे न वज्जइ' इति च देशपार्श्वस्थग्रहणं संभाव्यते । “पार्श्वस्थं च केचिदचारित्रिणं मन्यन्ते" इति वचनादवसन्नादीनां सुतरां चारित्रसद्भावो निर्णीयते ।
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ+વિવેચનઃ- (૧) અહીં નિશીથચૂર્ણિમાં બે પદો જણાવ્યા છે - (ક) વારિ ર વદ, અને (ખ) મારે નવેક્નડું.. તો અહીં (ક) પહેલા પદથી, સર્વથા ચારિત્રશૂન્ય અસંયત જેવા સર્વપાર્શ્વસ્થનું લક્ષણ બતાવ્યું છે, અને (ખ) બીજા પદથી, અતિચારસહિતનું ચારિત્ર પાળનારા એવા દેશપાર્થસ્થોનું લક્ષણ બતાવ્યું છે..
આના પરથી પાર્થસ્થોને (દેશપાર્થસ્થોને) સાતિચાર ચારિત્ર હોય છે - એવું ફલિત થયું.
(૨) પ્રવચનસારોદ્ધારસૂત્રવૃત્તિમાં “પાર્થશંકર વારિત્રિ મને એવું પદ છે. તેના પરથી કેટલાકો પાર્થસ્થને અચારિત્રી માને છે, તે સિવાયના અવસગ્ન વગેરેને નહીં – એવું ફલિત થયું. અને તો અવસગ્ન વગેરેને ચારિત્રનું અસ્તિત્વ છે – એવો નિર્ણય સુતરાં સિદ્ધ થાય..
નિષ્કર્ષ - પાર્થસ્થ-અવસન્ન આદિમાં પણ ચારિત્ર છે જ.. અને ચારિત્ર હોવામાં તેવા દેશપાર્થસ્થાદિને (=વર્તમાનકાલીન સાતિચાર ચારિત્રી બકુશ-કુશીલોને) વંદન કરવામાં કોઈ બાધ નથી.
હવે ગ્રંથકારશ્રી, પાર્થસ્થોનાં ચારિત્રની સિદ્ધિ જ બીજી યુક્તિથી કરે છે -
सर्वथा चारित्राभावे च तेषामागमोक्तं कारणे जाते वंद्यत्वमपि तेषां न सङ्गच्छते । न हि क्वापि महत्यपि कारणे परतीथिकानां वंद्यत्वं सिद्धान्ते प्रतिपादितम् ।