________________
गुर्जरविवेचनसमन्विता
१०३
पार्श्वस्थोऽचारित्री स्यात् तदा सर्वतो देशतश्चेति विकल्पद्वयकल्पनमसङ्गतं स्यात् चारित्राभावस्योभयत्रापि तुल्यत्वात् । तस्माज्जायते पार्श्वस्थस्य सातिचारचारित्रसत्ताऽपि । यतो निशीथचूर्णावपि -
'पासत्थो अच्छइ सुत्तपोरिसिं अत्थपोरिसिं वा न करेइ । दसणाइआरेसु वट्टइ । चारित्ते न वट्टइ, अइआरे वा न वज्जेइ । एवं सत्थो अच्छइ पासत्थोत्ति ।' एतावता चास्य न सर्वथा चारित्राभावोऽवसीयते ।" इति प्रवचनसारोद्धारवृत्तौ ।
– ગુરુગુણરશ્મિ –
* પાર્થસ્થોમાં સાતિચાર ચાસ્ત્રિની સત્તા * ભાવાર્થ + વિવેચનઃપ્રશ્ન:- પણ તેવા પાર્થસ્થોમાં સાતિચાર ચારિત્ર હોય છે? ઉત્તર :- હા હોય છે, તે વાત અસિદ્ધ નથી. જુઓ પ્રવચનસારોદ્ધારસૂત્ર પરની વૃત્તિમાં કહ્યું છે
આ બધાઓમાં (=પાર્થસ્થ, અવસ, કુશીલ વગેરેમાં) પાર્થસ્થને કેટલાક લોકો સર્વથા જ અચારિત્રી (=સાવ જ ચારિત્ર વગરનો) માને છે, પણ તેવું માનવું યોગ્ય નથી લાગતું, કારણકે જો પાર્થસ્થ એકાંતે અચારિત્રી હોય, તેમાં લેશમાત્ર પણ ચારિત્રનું અસ્તિત્વ ન હોય, તો તેના ( તે પાર્થસ્થના) “દેશપાર્શ્વસ્થ અને સર્વપાર્થસ્થએવા જે બે વિકલ્પો આવશ્યકાદિમાં વિચારાયા છે, તે અસંગત જ થાય.
અને તેનું (=બે વિકલ્પો અસંગત થવાનું) કારણ એ જ કે, બંને ઠેકાણે ચારિત્રનો અભાવ તો એક સરખો જ છે..
(તાત્પર્ય - પાર્થસ્થો સર્વથા અચારિત્રી જ હોય, તો દેશપાર્થસ્થ અને સર્વપાર્થસ્થ - બંને પ્રકારના પાર્થસ્થો, અચારિત્રરૂપ એક સ્વભાવવાળા જ ફલિત થાય, તેઓનું જુદું-જુદું રૂપ ન રહેતાં તેઓ એકરૂપ થાય.. અને તો પછી તેઓની જુદી જુદી કલ્પના કેવી રીતે થાય? એટલે પાર્થસ્થોને અચારિત્રી માનવામાં સર્વપાર્શ્વસ્થ અને દેશપાર્થસ્થ” એવા બે વિકલ્પોની કલ્પના અસંગત ઠરે..)
પણ તેવા બે વિકલ્પો કર્યા તો છે જ. તેના પરથી ફલિત થાય છે કે – પાર્થસ્થોને સાતિચાર ચારિત્ર હોય છે જ..
(આશય - પાર્થોનું સાતિચાર ચારિત્ર માનવામાં, જેઓ દેશપાર્થસ્થ છે-તેમનું સાતિચાર ચારિત્રીપણું અને જેઓ સર્વપાર્થસ્થ છે-તેમનું અચારિત્રીપણું સાબિત થાય. અને આ પ્રમાણે તે બંને જુદાં-જુદાં રૂપવાળા હોઈ તે બેના જુદાં-જુદાં વિકલ્પો પણ ઉચિત ઠરે..)
આ વિશે નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે -