________________
गुर्जरविवेचनसमन्विता
તથા તે જીવ -
बत्थिव्व वायपुत्रो, परिन्भमइ जिणमयं अयाणंतो । थद्धो निम्विन्नाणो, न य पिच्छइ किंचि अप्पसमं ।।३८१।। सच्छंदगमणउट्ठाण-सोयणो भुंजए गिहीणं च । पासत्थाईठाणा, हवंति एमाझ्या एए ।।३८२।। इत्यादि ।।
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ+વિવેચન:-(૩૩) * (મદરૂપી રોગને શમાવવા ઔષધસમાન) શ્રી સર્વજ્ઞના વચનને ન જાણનારો..
* (છતાં પણ) જેમ વાયુથી ભરેલી મશક ઊછળે, તેમ મોટા મોટા ગર્વથી ઊછળવા પૂર્વક વિચરનારો.
થો શરીરે પણ ગર્વના ચિહ્નવાળો, અક્કડ થઈને રહેનારો..
* જ્ઞાનહીન હોવા છતાં કોઈને પોતાના જેવો મહાન ન જુએ – સૌને ન્યૂન દેખે.(જ્ઞાનીને આવો ગર્વ ન હોય, ગર્વ અજ્ઞાનીને હોય..) (ઉપદેશમાલા શ્લોક-૩૮૧)
(૩૪) * સ્વચ્છેદ ગમન, શયન અને ઉત્થાનવાળો.. (આ ફરીથી કહીને એ સૂચવ્યું કે, સર્વે ગુણો ગુણી પ્રત્યેની પરતંત્રતાથી જ સાધ્ય છે.)
* (એ પરતંત્રતા વિનાનો શું કરે ? તો કે-) ગૃહસ્થોની વચ્ચે બેસીને આહાર-પાણી વાપરે..
ઉપસંહાર :- આવાં-આવાં ઉપર બતાવેલાં સ્થાનો પાર્થસ્થ-કુશીલ વગેરેનાં હોય છે.. (ઉપદેશમાલા શ્લોક-૩૮૨).
પ્રસ્તુત સાર :- ઉપદેશમાલાની ઉપર કહેલી ગાથાઓમાંથી પહેલી પાંચ (૩૪૯-૩૫૦) ગાથાઓથી માત્ર લિંગધારી-સર્વપાર્થસ્થોનું સ્વરૂપ બતાવ્યું છે..
તો મહાનિશીથ-આવશ્યકાદિમાં પાર્શ્વસ્થોનું દર્શનમાત્ર પણ ન કરવું એવું જે જણાવ્યું છે, તે લિંગમાત્રધારી-સર્વપાર્થસ્થ વગેરેને લઈને સમજવું, (જેઓનું વર્ણન પાંચ=૩૪૯-૩૫૦ ગાથાઓથી કર્યું..)
તે વાત આંશિક વિરાધક (૩૫૧-૩૮૨ ગાથાઓથી) કહેલા લક્ષણવાળા સામાન્ય પાર્થસ્થોને લઈને ન સમજવી.. તે સામાન્ય પાર્થસ્થો પશ્ચાત્તાપાદિના પરિણામવાળા હોવાથી તત્કાલ અસંયત ન થાય, તેઓને પણ ચારિત્રપરિણામ કથંચિત્ હોય છે જ. અને તેથી તેઓ અપેક્ષાએ સંયમી કહેવાય જ. એટલે તેઓને વંદન કરવામાં કોઈ બાધ નંથી..
દેશપાર્શ્વસ્થોને વંદનીય સાબિત કરવા પાછળનો આશય એટલો જ કે, વર્તમાનકાલીન બકુશ-કુશીલ નિગ્રંથો પણ આંશિક વિરાધક હોવાથી દેશપાર્થસ્થરૂપ છે અને તેઓ અવંદનીય હોવામાં તો કોઈ વંદનીય નિગ્રંથ રહે જ નહીં