________________
गुर्जरविवेचनसमन्विता
૬૭
અને ઉપધાન તરફ પ્રેરિત કરવા આવું ભયવાક્ય બતાવાય છે. અને આને ભયવાક્ય જ માનવું જોઈએ, વિધિવાક્ય (નિયમ કરનાર વાક્યો નહીં..
જો નિયમવાક્ય માનવામાં આવે, તો તમે પણ નહીં જોવા યોગ્ય થશો. તે જ જણાવે છે –
इति युष्माकमपि विनयोपधानवहनादिविधिमविधाय पञ्चमङ्गलाद्यधीयानानां महापापत्वेनातीतानागतवर्तमानतीर्थकराशातनाकारित्वेनाद्रष्टव्यत्वमेव स्यादिति । 'यच्चिन्त्यते परस्मिन् तदायाति स्वस्मिन्' इति न्याय एवोपढौकते ।
– ગરગુણરાશ્મિ – ભાવાર્થ :- એટલે વિનય-ઉપધાનની વિધિને કર્યા વિના પંચમંગલ વગેરેને ભણતા એવા તમે પણ મહાપાપી હોઈ અતીત-અનાગત-વર્તમાનના તીર્થકરોની આશાતના કરનારા હોવાથી તમારું પણ અદર્શન થાય. જે બીજામાં વિચારાય તે પોતામાં આવે’ - એ ન્યાય જ આવી પડે છે.
વિવેચન - જો મહાનિશીથસૂત્રનું ઉપરોક્ત વચન વિધિવાક્યરૂપ માનો, તો જે જે ઉપધાન વગર શ્રુતજ્ઞાન ભણે, તે બધાને મહાપાપી માનવા પડે ! તીર્થંકરાદિની આશાતના કરનાર માનવા પડે!
અને તો તમે પણ ઉપધાન કર્યા વગર પંચમંગલ (નવકાર) વગેરે ભણતા હોવાથી, તમે પણ મહાપાપી થશો અને તો તમે પણ અતીત, અનાગત અને વર્તમાન ત્રણે કાળના તીર્થકરોની આશાતના કરનાર બનશો ! પછી તો તમારું પણ દર્શન નહીં કરી શકાય !
આ તો “જે બીજામાં વિચારાય, તે પોતામાં આવી પડે” – એ ન્યાય લાગુ પડ્યો..
તાત્પર્ય એ જણાય છે કે, જેમ બીજા ઉપધાન વગર શ્રુત ભણવાથી અદર્શનીય થાય, તેમ તમે પણ ઉપધાન વગર શ્રુત ભણો તો અદર્શનીય જ થાઓ. અથવા ભયવાક્યરૂપ સૂત્રને નિયમવાક્ય માની લેવાની ભૂલથી, જેમ પાર્થસ્થો એકાંતે અદર્શનીય છે, તેમ ઉપધાન વગર શ્રુત ભણનાર પણ એકાંતે અદર્શનીય થાય અને તો તમે પણ અદર્શનીય જ ( નહીં જોવા યોગ્ય) થયા.. આ પ્રમાણે પાર્થસ્થાનું દર્શન નહીં કરવાનો ન્યાય તમારા પર પણ લાગુ પડ્યો..
અને બીજી વાત - જો મહાનિશીથના એ સૂત્રને નિયમવાક્ય જ માનશો, તો અનેક શાસ્ત્રપાઠોનો વિરોધ આવશે. તે આ પ્રમાણે -
कथञ्चैवं - "अन्नाणी वि हु गोवो आराहित्ता गओ नमुक्कारं । चंपाए सिट्ठिसुओ सुदंसणो विस्सुओ जाओ ।।८१॥" इति भक्तपरिज्ञायाम् ।