________________
गुरुतत्त्वसिद्धिः
અવિનાભાવ છે..) જ્યાં સુધી છ જવનિકાયનો સંયમ હોય છે (છ જીવનિકાયની રક્ષા કરવાનો પરિણામ હોય છે), ત્યાં સુધી તીર્થ અને સાધુ એ બંનેનો પરસ્પર સંબંધ રહે છે.” (શ્લોક-૧૭૩) (સંબોધપ્રકરણ શ્લોક-૮૫૭, સાધુસ્થાપનાધિકાર શ્લોક-૩૮, ગુરુતત્ત્વસ્થાપનાશતક શ્લોક-૧૦)
વળી દર્શનશુદ્ધિપ્રકરણમાં જ જણાવ્યું છે કે - “બધા જિનવરોનું તીર્થ હંમેશાં બકુશ અને કુશીલોથી ચાલે છે.” (શ્લોક-૧૭૫) આ જ વાત થોડા ફેરફાર સાથે સંબોધપ્રકરણમાં જણાવી છે –
બધા તીર્થકરોનું તીર્થ સદા બકુશ-કુશીલોથી ચાલે છે. માત્ર વિશેષતા એટલી છે કે કષાયકુશીલ પ્રમાદી સાધુઓ વિશેષથી હોય છે.” (શ્લોક-૮૫૬)
સાર:- પરમાત્માનું શાસન બકુશ-કુશીલોથી જ ચાલે છે.. અને તેઓ ઉત્તરગુણાદિના વિરાધક હોવાથી મહાનિશીથસૂત્રના આધારે જો તેઓને અવંદનીય કુશીલ માનશો, તો વર્તમાનકાળમાં વંદનીય નિગ્રંથ કોઈ રહે જ નહીં અને તો શાસનનો જ ઉચ્છેદ થઈ જાય.!
એટલે મહાનિશીથનું વાક્ય ભયવાક્યરૂપ જ માનવું જોઈએ - એવો ફલિતાર્થ બતાવવા કહે છે.
ततः पार्श्वस्थादीनामेकान्तेनावन्द्यत्वाक्षराणि भयवाक्यतयैव स्वीकर्त्तव्यानि, नमस्काराद्युपधानवाक्यवत्, भयवाक्यं च श्रुत्वा मन्दसंवेगोऽपि तीव्रश्रद्धः स्यात् ।
– ગુરુગુણરશ્મિ - ભાવાર્થ:- એટલે પાર્થસ્થાદિને એકાંતે અવંદનીયપણાનાં અક્ષરો ભયવાક્ય તરીકે જ સ્વીકારવા. જેમ કે નમસ્કારાદિનું ઉપધાનવાક્ય. અને ભયવાક્ય સાંભળીને મંદસંવેગવાળો પણ તીવ-શ્રદ્ધાવાળો થાય.
વિવેચનઃ- “પાર્થસ્થ-કુશીલાદિનું દર્શનમાત્ર પણ ન કરવું, તેમની સાથે આલાપ પણ ન કરવો, તેઓને વંદન ન કરવા.” એ વાક્યને જો નિયમવાક્યરૂપ મનાય, તો વર્તમાનકાલીન બકુશ-કુશીલ નિગ્રંથોને પણ અવંદનીય માનવાની અને તેનાથી શાસન-ઉચ્છેદ થવાની આપત્તિ આવે !
એટલે એ વાક્યને ભયવાક્યરૂપ જ સમજવું. જેમ “ઉપધાન વિના નમસ્કાર ભણનારાદિ મહાપાપી છે, અરિહંતાદિની હીલના કરનારો છે.' - એવું વાક્ય ભયવાક્યરૂપ છે, તેમ પાર્થસ્થાદિને અવંદનીય કહેનારું વાક્ય પણ ભયવાક્યરૂપ જ સમજવું.
પ્રશ્નઃ આવા ભયવાક્યો કહેવાનું પ્રયોજન શું? ઉત્તર પ્રયોજન એ જ કે, આવું સાંભળીને મંદસંવેગવાળો પણ તીવ્રશ્રદ્ધાવાળો થઈ જાય.. - - - - - --
'इह च पुलाकबकुशप्रतिषेवनाकुशीलानामेवायं नियमः । तथा च प्रज्ञप्ति:- पुलाएणं भंते ! कि तित्थे हुज्जा अतित्थे हुज्जा? गोयमा ! तित्थे होज्जा नो अतित्थे होज्जा, एवं बउसे पडिसेवणाकुसीलेवि। कसायकुसीले पुच्छा, गोयमा ! तित्थे वा होज्जा अतित्थे वा होज्जा.. एवं नियंठेवि, एवं सिणायेवि।' (दर्शनशुद्धिवृत्तिः श्लो. १७३)
સબૂના તિલ્થ, વસતીનેfહં વટ્ટ રૂલ્યાં. नवरं कसायकुसीला पमत्तजइणो विसेसेण ॥८५६॥" (श्रीसंबोधप्रकरणम्)
-
-