________________
गुरुतत्त्वसिद्धिः
આ બધા સૂત્રો ઉદ્યમને જણાવવાના પ્રયોજનવાળા છે..
(૩) વર્ણકવાક્ય - કેટલાક સૂત્રો વર્ણન માટેનાં હોય છે, તે ચરિત્રના અનુવાદરૂપ કહેવાય. જેમ કે-“દ્રૌપદીએ પાંચ પુરુષના કંઠમાં વરમાળા નાંખી.” – એવું વાક્ય..
તથા, જ્ઞાતાધર્મકથા વગેરે આગમોમાં જે નગરાદિના વર્ણનો આપ્યા છે, તે બધાં પણ વર્ણકસૂત્રો કહેવાય..
(૪) ભયવાક્ય:- કેટલાક સૂત્રો ભય દેખાડનારા હોય છે. જેમ કે નરકાદિના દુઃખો બતાવનારા વગેરે વાક્યો.. કૅહ્યું છે કે - “નરકમાં જે માંસ-લોહી વગેરેનું વર્ણન કર્યું છે તે ભય દેખાડવા માટે માત્ર પ્રસિદ્ધિને લીધે જ કર્યું છે, બાકી હકીકતમાં તો તેઓનું વૈક્રિયશરીર હોવાથી માંસાદિ હોતા જ નથી.”
અથવા દુઃખવિપાકમાં જે પાપી જીવોનાં ચરિત્રો કહ્યાં છે, તે ભયસૂત્રો જાણવાં, કારણ કે તેના ભયથી પ્રાણીઓ પાપકર્મથી નિવૃત્ત થઈ શકે છે.
(૫) ઉત્સર્ગવાક્ય - કેટલાક સૂત્રો ઉત્સર્ગમાર્ગનો નિર્દેશ કરનારા હોય છે. જેમ કે - “આ છ જવનિકાયનો દંડ પોતે ન આરંભે” એવાં બધાં છે જીવનિકાયની રક્ષાને કહેનારાં સૂત્રો..
(૬) અપવાદવાક્ય:- કેટલાક સૂત્રો અપવાદમાર્ગનું વિધાન કરનારા હોય છે, તે પ્રાયઃ કરીને છેદસૂત્રોમાં કહેલાં છે.
અથવા - “જો વધારે ગુણવાળો કે સમાન ગુણવાળો સહવર્તી ન મળે, તો પાપકર્મોને છોડીને અને કામભોગની આસક્તિનો ત્યાગ કરીને એકલો પણ વિચરે.” – એવાં બધાં સૂત્રો..
(૭) તદુભય વાક્ય - જેમાં ઉત્સર્ગ અને અપવાદ એકસાથે કહેલા હોય, તેવા સૂત્રો. જેમ કે - “આર્તધ્યાન ન થતું હોય, તો સારી રીતે રોગો સહન કરવાનું પણ આર્તધ્યાન થાય તો વિધિપૂર્વક તેના પ્રતિકારમાં પ્રવર્તવું..”
આ સાત તો માત્ર ઉદાહરણ પૂરતાં જણાવ્યા છે, બાકી સ્વસમય, પરસમય, નિશ્ચય-વ્યવહાર, જ્ઞાન-ક્રિયા વગેરે જુદા જુદા નયોને લઈને જુદા જુદા અનેક સૂત્રો જૈનસિદ્ધાંતમાં હોય છે અને તેઓ સૂક્ષ્મબુદ્ધિથી જ જણાતાં હોવાથી ગંભીર ભાવાર્થવાળાં હોય છે. (ધર્મરત્નપ્રકરણ શ્લોક-૧૦૬)
તેથી શાસ્ત્ર ભણનારાઓનું કર્તવ્ય શું? અને તે કર્તવ્ય ચૂકનારાઓ કેવી સ્થિતિ સર્જે છે? તે જણાવે છે –
શ્લોકાર્થ:- જ્ઞાનાવરણ કર્મના ઉદયથી તેઓના વિષયવિભાગને ન જાણતો જીવ મૂંઝાય છે, અને તેથી સ્વ-પરને અસગ્રહ ઉત્પન્ન કરે છે.. (૨)
– – – – જ “નરણ મંદિર ફર્જ સંસદ્ધિમેરેજ મહેલ દર તેfસ વેબ્રિયમાવો ને તયં શા” () * 'न यालभेज्जा निउणं सहायं गुणाहियं वा गुणओ समं वा। ___ एक्कोवि पावाई विवज्जयंतो, विहरेज्ज कामेसु असज्जमाणो॥' (दशवैकालिकसूत्रम् श्लो. ५०९) * 'अट्टज्झाणाभावे सम्म अहियासियव्वओ वाही।
तब्भावम्मि उ विहिणा पडियारपवत्तणं णेयं ॥' (पुष्पमाला श्लो.५४३)