________________
गुर्जरविवेचनसमन्विता
યતઃ શ્રીરત્નપ્રવેરો – ननु किं चरित्रवतोप्यसद्ग्रहः संभवति ? "विहि-उज्जमवनयभयउस्सगवववायतदुभयगयाइं । सुत्ताइं बहुविहाई, समए गंभीरभावाइं ।।१०६ ।। एसिं विसयविभाग, अमुणंतो नाणावरणकम्मुदया । मुज्झइ जीवो तत्तो, सपरेसिमसग्गहं जणइ ।।१०७॥" इति ।
– ગુરુગુણરશ્મિ - શ્લોકાર્ધ - વિધિ, ઉદ્યમ, વર્ણક, ભયવાક્ય, ઉત્સર્ગ, અપવાદ અને તે બંનેમાં રહેલાં -એમ સિદ્ધાંતમાં ગંભીર ભાવાર્થવાળાં ઘણાં પ્રકારનાં સૂત્રો છે. (૧)
* સૂત્રોના સાત પ્રકાર - ધર્મરતનપ્રકરણ * વિવેચન - જૈનસિદ્ધાંતમાં સૂત્રો અનેક પ્રકારનાં હોય છે. તે ક્રમશઃ આ પ્રમાણે -
(૧) વિધિવાક્ય - કેટલાક સૂત્રો વિધિને બતાવનારા હોય છે. જેમ કે –“ભિક્ષાકાળ થઈ જાય, ત્યારે મુનિઓએ સંભ્રાંતિ રહિત અને મૂચ્છરહિત થઈને આ ક્રમના યોગ વડે ભોજન - પાણીની ગવેષણા કરવી..”એવાં પિંડગ્રહણાદિની વિધિને જણાવનારાં વાક્યો..
(૨) ઉદ્યમવાક્ય - કેટલાક સૂત્રો ઉદ્યમ માટે ઉત્સાહિત કરનારા હોય છે. જેમ કે – “રંગનો સમૂહ જતો રહી પીળાં પડી ગયેલાં વૃક્ષોનાં પાંદડાં જેમ પડી જાય છે, તેમ હે ગૌતમ! આ મનુષ્યજીવન ક્ષણિક છે, માટે એક સમય પણ પ્રમાદ ન કરવો.”
- તથા - “જિનેન્દ્રની પ્રતિમા કરાવવી, તેમનું જિનાલય બનાવવું, ધૂપ, પુષ્પ અને ગંધ-ચંદન વડે તેમની પૂજા કરવી, આવા કાર્યોમાં યુક્ત થયેલો અને સ્તવતથા સ્તુતિમાં તત્પર થયેલો શ્રાવક બંને કાળ ચૈત્યવંદન કરે..” - આ શ્લોકમાં જે (ઉભય) કાળનું નિરૂપણ કર્યું છે, તે માત્ર ઉદ્યમના હેતુ તરીકે સમજવું (અર્થાત્ તે કાળે ઉદ્યમ કરવો – એટલું જણાવવા પૂરતું સમજવું, બાકી તે જ કાળે કરવો, અન્ય કાળે નહીં – એવું જણાવવા માટે નહીં.) તેથી અન્ય કાળે પણ ચૈત્યવંદન કરે તો પણ તે અધર્મને માટે થતું નથી.
––––––––––––– * "संपत्ते भिक्खकालंमि असंभंतो अमुच्छिओ।
इमेण कमजोएण, भत्तपाणं गवेसए ॥" (दशवैकालिकसूत्रम् श्लो. ६०) * "दुमपत्तए पंडुयए जहा निवडइ राइगणाण अच्चए।
एवं मणुयाणं जीवियं समयं गोयम ! मा पमायए ॥" (उत्तराध्ययनसूत्रम् श्लो. २७३) *"वंदइ उभओ कालंपि चेइयाइं थयथईपरमो। जिणवरपडिमाघरधुपपुष्पगंधच्चणे जुत्तो॥"(उपदेशमाला श्लो. २३०, चेइयवंदणमहाभासम् -श्लो.१६२)
–
–
–
–
–
–
–
–
–
–
–