________________
गुर्जरविवेचनसमन्विता
દા.ત. ગ્લાનાદિ અવસ્થાવિશેષમાં આધાકર્મ સેવનારા સાધુની સામે કોઈ ભયવાક્ય ન હોય, તો તે દોષના સેવનમાં તેની એકાકારતા અને આગળ વધીને કારણ વગર પણ તે દોષનું સાતત્ય થવું સંભવિત છે.. અને આવું થવા દ્વારા તેનો ઉન્માર્ગ સર્જાય - એવી પૂરી શક્યતા છે. પણ જો તેને ભયવાક્ય બતાવાય કે - “આધાકર્મ એ તો માંસ બરાબર છે તો ગ્લાનાદિ અવસ્થાવિશેષમાં પણ તેની તે વિશે સકંપ પ્રવૃત્તિ થાય. મંદસંવેગ તીવ્રસંગ બની જાય.. તે દોષસેવનની લાલસા કે સાતત્ય લેશમાત્ર પણ ન રહે.. અને અપવાદ પછી અપવાદના સ્થાને જ રહેતાં ઉન્માર્ગ ન બને..
તેમ પ્રસ્તુતમાં પણ પાર્થસ્થાદિની સાથે રહેનારા વ્યક્તિ સામે, જો કોઈ ભયવાક્ય ન હોય, તો તે પાર્થસ્થાદિનો સંગ સારો માની બેસે.. તેમના શાસ્ત્રવિરુદ્ધ વર્તનોને પણ ધર્મ માની આદરણીય માની બેસે.. પછી તો સુવિહિત સાધુઓ હોવા છતાં પણ પાર્થસ્થાદિનો જ સંગ રાખે.. ફલતઃ તેમના વર્તનાનુસારે પોતે પણ પાર્થસ્થાદિરૂપ બની જાય. એટલે જ બતાવાય છે કે – “તેમનું દર્શનમાત્ર પણ ન કરવું' - આવું બતાડવા પાછળનો ઉદ્દેશ એટલો જ કે તેમના વર્તનો આપણે પણ આચરવા લાગીએ – એવું ન બને.. આપણો મંદસંવેગ, તીવ્રસંગ બની જાય. નાની નાની શિથિલતાઓ દૂર થાય.. સુવિહિતના આચારોને પાલવામાં ઉદ્યમશીલ થઈએ.. - આ જ વાત જણાવે છે – છ–
પર્વ ૨ - पासत्थो ओसत्रो० ॥१॥ कुसीलोसनपासत्थो सच्छंदे सिढिले तहा । दिट्ठीए वि इमे पंच गोयमा ! न निरिक्खए ।।२।। असुइट्ठाणे पडिआ०॥३॥
इत्यादि वाक्यानि भयवाक्यत्वेन पार्श्वस्थादिकारणशय्यातरपिण्डादानादित्याजनपराणि पार्श्वस्थादिसंसर्गनिषेधनपराणि च बोद्धव्यानि, न तु तेषां अवन्द्यत्वख्यापनપાનિ
- ગુરુગુણરશ્મિ - ભાવાર્થ + વિવેચન - એટલે..
(૧) પાર્થસ્થ, અવસગ્ન, કુશીલ, સંસક્ત અને યથાસ્કંદ - આ પાંચ પ્રકારના સાધુઓ જિનમતમાં વંદન કરવા યોગ્ય નથી. (આવશ્યકનિર્યુક્તિ-પ્રતિગાથા)
(૨) હે ગૌતમ! કુશીલ, અવસગ્ન, પાર્શ્વસ્થ, સ્વછંદ અને શિથિલાચારી- આ પાંચને દૃષ્ટિમાત્રથી પણ ન જોવા.. (મહાનિશીથસૂત્ર-૨/૧૬૯)