________________
गुर्जरविवेचनसमन्विता
૮૭
| વિવેચન - સૂત્રોનો વિષયવિભાગ એટલે “આ સૂત્રનો વિષય ઉત્સર્ગ છે, આ સૂત્રનો વિષય અપવાદ છે, આ સૂત્ર નિશ્ચયને કહે છે, આ સૂત્ર વ્યવહારને કહે છે.. વગેરે.”
પણ જ્ઞાનાવરણ કર્મના ઉદયથી આવા સૂત્રવિભાગને ન જાણતો જીવ મૂંઝાય છે (=મોહ પામે છે) અને તેથી કરીને પોતાને અને બીજાને, જમાલિ વગેરેની જેમ વિપર્યાસ ઉભો કરે છે.. (ધર્મરત્નપ્રકરણ શ્લોક-૧૦૭)
પ્રસ્તુતમાં અર્થ એટલો જ છે કે, પાર્થસ્થાદિને અવંદનીય જણાવનારા જે સૂત્રો છે, તે માત્ર ભયવાક્યરૂપ માનવા.. નિયમવાક્યરૂપ માનવામાં શાસનોચ્છેદ વગેરે આપત્તિઓ આપી છે જ..
અને આ વિશે વધુ એક તર્ક રજૂ કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે –
किञ्च - यदि पार्श्वस्थादिसतिनिषेधकवाक्यानि न भयवाक्यतया अङ्गीक्रियन्ते, किन्तु विधिवाक्यतयैव, तदानीं श्रीआवश्यके श्रीसम्यक्त्वदंडके तदतिचारपञ्चके च परतीर्थिकाणामालापानदानप्रशंसादिवर्जनवत्पार्श्वस्थादीनामपि तद्वर्जनं कृतमभविष्यत् ।
– ગુરુગુણારશ્મિ – ભાવાર્થ - વળી જો પાર્થસ્થાદિના સંગનો નિષેધ કરનારા વાક્યો ભયવાક્ય તરીકે ન મનાય, પણ વિધિવાક્યરૂપે જ મનાય, તો આવશ્યકમાં સમ્યક્તદેડકમાં તેના પાંચ અતિચારોમાં, પરતીર્થિકોની સાથે આલાપઅન્નદાન-પ્રશંસા વગેરેના નિષેધની જેમ પાર્થસ્થાદિની સાથે પણ આલાપાદિનો એકાંતે નિષેધ કર્યો હોત...
વિવેચનઃ- આવશ્યકસૂત્રમાં સમ્યત્ત્વના નિરૂપણ વખતે, તે સમ્યક્તના પાંચ અતિચારો બતાવ્યા છે. તેમાં પરતીર્થિકોની (=ઇતરદર્શનવાળાઓની) સાથે વાર્તાલાપ, તેમને ભોજન આપવા વગેરેનો વ્યવહાર, તેમની પ્રશંસા.. એ બધો વ્યવહાર પણ એક પ્રકારનો અતિચારરૂપ ગૅયો છે..
હવે જો પાર્થસ્થાદિના સંગનો નિષેધ કરનારા વાક્યો ભયવાક્યરૂપ ન હોય અને નિયમવાક્યરૂપ જ હોય, તો તેઓનો લેશમાત્ર પણ સંગ ન થાય.. અને એવું હોય તો શ્રી આવશ્યકસૂત્રમાં, પરતીર્થિકોની જેમ પાર્થસ્થા વગેરેની સાથે પણ આલાપાદિનો સ્પષ્ટ નિષેધ કર્યો હોત..
પણ નથી કર્યો – એના પરથી જ જણાય છે કે, પાર્થસ્થાદિના સંગનો નિષેધ કરનારા વાક્યો માત્ર ભયવાક્યરૂપ જ માનવા જોઈએ, નિષેધવાક્યરૂપ નહીં.
હવે આ વિશે પૂર્વપક્ષીની એક નવી આશંકાનું સમાધાન કરવા ગ્રંથકારશ્રી જણાવે છે -
-
-
-
चतुर्विधमिथ्यात्वे च लोकोत्तरं गुरुगतं मिथ्यात्वं 'दगपाणं पुष्फफल'मित्याधुपઆનો આખો પાઠ પાછળ પરિશિષ્ટમાં સટીક મૂક્યો છે, જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ..
-
-
-
-
-
-