________________
गुर्जरविवेचनसमन्विता
બંનેનું એક લક્ષણ - ઉપર કહ્યા મુજબ (૧) અવંદનીય તરીકે કહેલો કુશીલ, અને (૨) નિગ્રંથ તરીકે કહેલો કુશીલ – તે બંનેનું પરમાર્થથી લક્ષણ (જ્ઞાન, દર્શન, ચારિત્રની વિરાધના કરનાર – એવું ) એક જ છે..
એટલે તો ભગવતીસૂત્રમાં જે નિગ્રંથ તરીકે બકુશ-કુશીલ કહ્યા છે, તેઓને જ મહાનિશીથસૂત્રમાં અવંદનીય કુશીલ તરીકે બતાવ્યા છે. તે જ વાત જણાવે છે –
**
श्रीमहानिशीथे च
60
-
D
" एवं अट्ठारसहं सीलंगसहस्साणं जं जत्थ पए पमत्ते भवेज्जा, से णं तेणं तेणं पमायदोसेणं कुसीले णेए य ।"
इति सूक्ष्मविराधकस्याप्यवन्द्यकुशीलत्वेनोक्तेर्बकुशकुशीलानां निर्ग्रन्थानामपि श्रीभगवत्यामुत्तरगुणज्ञानादिविराधकत्वेनोक्तानां कथं नावन्द्यकुशीलत्वं ? - ગુરુગુણરશ્મિ --
ભાવાર્થ :- શ્રીમહાનિશીથસૂત્રમાં - અઢાર હજાર શીલાંગરથમાંથી જે જ્યાં પદમાં પ્રમત્ત થાય, તે તેવા પ્રમાદદોષથી કુશીલ સમજવો - આ પ્રમાણે સૂક્ષ્મવિરાધકને પણ અવંદનીય કુશીલ તરીકે કહ્યો છે અને તો બકુશ-કુશીલ નિગ્રંથો પણ શ્રીભગવતીમાં ઉત્તરગુણના વિરાધક તરીકે કહ્યા હોવાથી તેઓનું પણ અવંદનીય કુશીલપણું કેમ ન થાય ?
વિવેચન :- બકુશ અને કુશીલો ઉત્તરગુણની, જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધના કરનાર છે - એવું ભગવતીસૂત્રમાં જણાવ્યું છે. (જે આપણે હમણાં જ પૂર્વે જોઈ ગયાં..)
હવે આ વિરાધક બકુશ-કુશીલ નિગ્રંથો તો મહાનિશીથ સૂત્રના આધારે ‘અવંદનીય એવા કુશીલ’ તરીકે માનવા પડશે.. કારણ કે મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે –
“આ પ્રમાણે અઢાર હજાર શીલાંગરથમાંથી, જે વ્યક્તિ જે પદમાં (–જે સંયમસ્થાનમાં) પ્રમાદવાળો થાય, તે વ્યક્તિ, તે તે પ્રમાદના દોષથી કુશીલ સમજવો. (અને આવાનું દર્શનમાત્ર પણ ન કરવું.)” (સૂત્ર-૩/૪૧)
આ વચન પ્રમાણે (=આ વચનને નિયમવાક્યરૂપ માની લેવાની ભૂલના કારણે) તો લેશમાત્ર પણ વિરાધના કરનાર જો અવંદનીય-કુશીલ હોય, તો જ્ઞાનાદિની વિરાધના કરનાર બકુશ-કુશીલ નિગ્રંથો તો સુતરાં ‘અવંદનીયકુશીલ’ સાબિત થશે ! અને તો તેવા બકુશ-કુશીલ નિગ્રંથોને વંદન જ નહીં થઈ શકે !
તેવા નિગ્રંથોને વંદન ન થાય, તેઓ અવંદનીય કુશીલ રહે - તો તેમાં વાંધો શું ? એ આશંકાનું
* આ વિશે વિસ્તૃત માહિતી મેળવવા માટે જુઓ ભગવતીસૂત્ર શતક-૨૫, ઉદ્દેશો-૫, સૂત્ર-૭૪૯,૭૫૦
વગેરે..