________________
गुर्जरविवेचनसमन्विता
રૂપ ભક્તિથી પૂજા કરવી જોઈએ.. (અર્થાત્ પાસત્યાદિમાં દર્શનાદિ જે ભાવ હોય, તે ભાવને લક્ષમાં રાખીને જેટલા પ્રમાણમાં દર્શનાદિ ભાવ હોય, તેટલા પ્રમાણમાં તેની વંદનાદિરૂપ ભક્તિ કરવી.)” (બૃહત્કલ્પભાષ્ય-શ્લોક-૪૫૫૩, જીવાનુશાસન શ્લોક-૩૩, ગુરુતત્ત્વવિનિશ્ચય શ્લોક-૧/૧૨૨)
એટલે પ્રમાદ કરનારા કુશીલો સર્વથા અચારિત્રી જ છે - એવું ન કહેવું.. જેટલા અંશે તેઓ સંયમનું પાલન કરે છે, તેટલા અંશે તેઓ ચારિત્રી છે જ અને તેથી તેઓ વંદનીય પણ છે જ..
આ વિશે ગુરુતત્ત્વવિનિશ્ચયમાં જણાવ્યું છે કે –
“જે કારણથી જ પાસસ્થામાં ભાવભેદે થોડું પણ ચારિત્ર (છે) તે કારણથી જ કલ્પભાષ્યમાં પાસત્થામાં રહેલા તે તે ભાવનું આલંબન લઈને વંદન કરવાનું કહ્યું છે.” (શ્લોક-૧/૧૨૧)
,,
ફલિતાર્થઃ- ‘કુશીલોનું દર્શનમાત્ર પણ ન કરવું, તેઓ અવંદનીય છે' – એવું જે મહાનિશીથસૂત્રનું વચન છે, તે ભયવાક્યરૂપ જ સમજવું, નિયમવાક્યરૂપ નહીં.. બાકી ઉપરોક્ત રીતે યથાશક્તિ પાલન કરનારા કુશીલોનું પણ સંયમ છે જ અને તેથી તેઓ વંદનીય પણ બને જ..
હવે અવંદનીય તરીકે કહેલો કુશીલ અને નિગ્રંથ તરીકે કહેલો કુશીલ-તે બંને એક છે, એવું જણાવવા ગ્રંથકારશ્રી કહે છે.
00
७५
-
अपि च अवन्द्यमध्योक्तकुशीलस्य निर्ग्रन्थमध्योक्तकुशीलस्य च लक्षणे विचार्यमाणे एकत्वमेव दृश्यते । तथाहि - अवन्द्यकुशीलः श्री आवश्यके ज्ञानदर्शनचारित्राचारविराधकभेदात् त्रिविध उक्तः । श्रीमहानिशीथे तु
" अणेगविहा, तं जहा - १ नाणकुसीले २ दंसणकुसीले ३ चारित्तकुसीले ४ तवकुसीले ५ वीरियकुसीले इति । "
૭
निर्ग्रन्थमध्योक्तकुशीलश्च श्रीभगवत्यां ज्ञानदर्शनचारित्रतपसां विराधको मनसा क्रोधाद्यासेवकश्च पञ्चधोक्तः । एवं च 'ज्ञानदर्शनचारित्राणि विराधयन् कुशील' इत्युच्यते । इति तत्त्वतो द्वयोरपि लक्षणमेकमेव ।
* ‘નત્તોન્દ્રિય પાપત્યે નાાિં હોફ ભાવમેળ |
वंदणयमणुण्णायं, इत्तो च्चिय भावकारणओ || १ / १२१ ॥ ' ( इति गुरुतत्त्वविनिश्चये )
- ગુરુગુણરશ્મિ -
ભાવાર્થ :- વળી - અવંદનીયોની મધ્યમાં કહેલો કુશીલ અને નિગ્રંથોની મધ્યમાં કહેલો કુશીલ - આ બેનું લક્ષણ વિચારતાં એકપણું જણાય છે. તે આ પ્રમાણે - અવંદનીય કુશીલ આવશ્યકમાં જ્ઞાન, દર્શન અને
* આવું જણાવવા પાછળનો ઉદ્દેશ એ જણાય છે કે – જો બંને એક હોય, તો તેવા નિગ્રંથ કુશીલને અવંદનીય શી રીતે કહેવાય ? (નિગ્રંથ તો વંદનીય જ હોય) એટલે મહાનિશીથસૂત્રનું જે કુશીલને અવંદનીય કહેનારું વાક્ય છે, તે માત્ર ભયવાક્યરૂપ સમજવું, નિયમવાક્યરૂપ નહીં.. આ વાત આગળ સ્પષ્ટ થશે.