________________
गुरुतत्त्वसिद्धिः
ગુણો આ સાધુઓમાં દેખાતા નથી.. રે,યાવત્ આગને અડવું - સ્ત્રીને જોવું વગેરે ભયાનક દોષોને આ લોકો સેવે છે, આમની સાથે હરગિઝ નથી રહેવું!
આ વાત પોતાના ભાઈ સુમતિને જણાવી પણ સુમતિ થોડા જ સમયમાં તેમના રંગે રંગાઈ ગયો હતો, ભાઈની વાત લેશમાત્ર પણ માનવા તૈયાર નહોતો. ભાઈએ લાગણીશીલતાથી ઘણા તર્કોથી સમજાવ્યું, છતાં તે ટસના મસ ન થયો.. અને ભાઈની સામે ગાળો ભાંડવા માંડ્યો કે - “અરે ! તારી જેમ તારા ગુરુનેમિનાથ પણ ઊંધી બુદ્ધિવાળા જ હશે વગેરે..'નાગિલે તરત તેનું મોઢું દબાવીને કહ્યું કે
રે ! મારા ગુરુની આશાતના ન કર, તે તો સર્વજ્ઞ છે, ત્રિકાળદર્શી છે, તેમનું જણાવેલું બધું યથાર્થ જ છે.. પછી ઘણું સમજાવવા છતાં પણ સુમતિ ન જ માન્યો.. નાગિલ થાક્યો.. બંને ભાઈઓ છુટા પડી ગયા.. સુમતિએ પેલા શિથિલાચારી વૃન્દની પાસે આવીને પ્રવ્રજ્યા લીધી. તે પાંચ સાધુઓના વૃન્દમાં જે મુખ્ય હતો, તે અગીતાર્થ – મિથ્યાદષ્ટિ ને યાવતું અભવ્ય હતો, તેના માર્ગદર્શન-અનુસારે ચાલતા સુમતિ પણ શિથિલાચારી થઈ ગયો ને યાવત્ અનંત સંસારનું ઉપર્જન કરી બેઠો ! (સુમતિસાધુનું વિસ્તારથી વર્ણન મહાનિશીથસૂત્રના ચોથા અધ્યયનમાં મળે છે.)
આ દષ્ટાંત પરથી ઉપદેશ મળે છે કે ખરાબ લોકોના સંગમાં પળમાત્ર પણ ન રહેવું, તેમનું દર્શન પણ દૂરથી જ છોડી દેવું.. બોલવા વગેરેનું તો સુતરાં નહીં!
આ પ્રમાણે જો પાર્થસ્થ વગેરેનું દર્શનમાત્ર પણ નિષિદ્ધ હોય, તો તેમની પાસે ભણવું-આવશ્યકની વિધિ શીખવી. એ બધું શી રીતે યોગ્ય ગણાય?
હવે આ વિશે પોતાનું મંતવ્ય રજુ કરવા, ગ્રંથકારશ્રી જણાવે છે -
सत्यं, तेषां दर्शनमुत्सूत्राणामेव तत्रापि निषिद्धं नान्येषां । વેતિ – "जो उस्सुत्तं भासइ, सद्दहइ करेइ कारवे अन्नं । अणुमनेइ करतं मणसा वायाइ काएणं ॥१॥ मिच्छदिट्ठी नियमा सो, सुविहिअसाहुसावएहिं पि ।
હિરાબ્લો નં ફંસો વિરૂદ જીિત્ત ારા રૂર્તિ ૨. પૂર્વમુકિતે ' અશ્વિનાંતતા દો રસ્તો સુતો !
– ગુરુગુણરશ્મિ – ભાવાર્થ - ઉત્તરપક્ષ - સાચી વાત છે, પણ ત્યાં પણ તે ઉસૂત્રભાષીઓનું જ દર્શન નિષિદ્ધ છે, બીજાઓનું નહીં, કારણ કે કહ્યું છે. આ બે ગાથાનો ભાવાર્થ વિવેચન મુજબ સમજવો.)