________________
गुर्जर विवेचनसमन्विता
कुसीलोसण्ण-पासत्थे सच्छंदे सबले तहा ।
दिट्ठीए वि इमे पंच गोयमा ! न निरिक्खए ।। १६९ ।। तथा -
पंचेए सुमहापावे जो न वज्जिज्ज गोयमा ! ।
संलावादीहिं कुसीलाई, भमिही सो सुमती जहा ।।१३५ ।।
इति श्रीमहानिशीथे तेषां दर्शनमात्रमपि निषिध्यते । तत्कथं तेषां पार्श्वे ज्ञानग्रहणादि
યુતે ?
६१
- ગુરુગુણરશ્મિ
ભાવાર્થ :- પૂર્વપક્ષ :- અરે ! મહાનિશીથસૂત્રમાં તો પાર્શ્વસ્થ વગેરેનું દર્શનમાત્ર પણ નિષિદ્ધ છે, તો તેઓની પાસે જ્ઞાનગ્રહણ વગેરે શી રીતે યોગ્ય ગણાય ? (મહાનિશીથની ગાથાઓનો ભાવાર્થ વિવેચન મુજબ સમજવો..)
વિવેચન :- પૂર્વપક્ષ :- અરે ! મહાનિશીથસૂત્રમાં તો પાર્શ્વસ્થાદિનું દર્શનમાત્ર પણ ન કરાય – એવું જણાવ્યું છે. જુઓ એ મહાનિશીથસૂત્રનું વચન ઃ
‘(૧) સન્માર્ગમાં અવતરેલો=રહેલો જીવ, ઘોર અને પરાક્રમવાળો તપ કરે. . છતાં પણ જો તે આ (=નીચેની ગાથામાં કહેવાતા) પાંચને ન છોડે, તો તેનું બધું (=વ્રતપાલન, તપ વગેરે અનુષ્ઠાન) નિરર્થક થાય. (મહાનિશીથ શ્લોક-૨/૧૬૮)
(૨) હે ગૌતમ ! (ક) કુશીલ, (ખ) અવસન્ન, (ગ) પાર્શ્વસ્થ, (ઘ) સ્વચ્છંદ, અને (ચ) શબલ (સાતિચાર ચારિત્રી) - આ પાંચને દૃષ્ટિથી પણ ન જોવાય.. (તેઓ મહાપાપી છે, તેમનું દર્શન પણ અનર્થનું કારણ છે..) (મહાનિશીથ શ્લોક-૨/૧૬૯)
(૩) કુશીલ, અવસન્ન વગેરે આ પાંચ અત્યંત મહાપાપીઓને જે આલાપાદિ દ્વારા ન છોડે (અર્થાત્ તેઓની સાથે આલાપ-રહેઠાણ વગેરે કરે) તે વ્યક્તિ સુમતિસાધુની જેમ અનંતકાળ સંસારમાં ભમશે.. (મહાનિશીથ શ્લોક-૩/૧૩૩)
* સુમતિસાધુનું દૃષ્ટાંત *
સુમતિ અને નાગિલ બે ભાઈઓ હતા, બંને જણે વિદેશ જવા પ્રસ્થાન કર્યું.. રસ્તામાં જ પાંચ સાધુ અને એક શ્રાવક – એમ કુલ છનું વૃંદ મળ્યું. નાગિલને લાગ્યું કે સાધુ મહાત્મા છે, તો આમની સાથે જ આગળ આગળ પ્રસ્થાન કરીએ.. ભાઈ સુમતિને વાત કરી, બંને તેમની સાથે સાથે ભળી ગયા. એકાદ દિવસ પસાર થયો, ને નાગિલ ચોંકી ઉઠ્યો કે – અરે ! આ સુસાધુઓ નથી - આ તો પાર્શ્વસ્થા છે, હીનાચારવાળા છે.. મેં નેમિનાથ પરમાત્મા પાસે જે સુવિહિતોનું વર્ણન સાંભળ્યું હતું, તેમાંના કોઈ