________________
गुरुतत्त्वसिद्धिः
થયેલા તેમને, શક્રમહારાજાએ દ્રવ્યલિંગ સ્વીકારવા માટે વિજ્ઞપ્તિ કરી, તે સ્વીકારી, તેનો નિષ્ક્રમણ મહોત્સવ થયો, તે દ્રવ્યલિંગ સ્વીકાર્યું, ને પછી શક્રએ તેમને વંદન કર્યા..” (નિર્યુક્તિ-૪૩૬-વૃત્તિ).
જો લિંગ વિદ્યમાન ન હોય, તો છબસ્થ પુરુષો જાણી શકે નહીં કે - આ વિરત છે.. ભાવ એ કે, આ વ્યક્તિમાં હમણાં “સંયત પરિણામ છે? દેશવિરતપરિણામ છે? અવિરતપરિણામ છે?' - એવા આંતરિકભાવો, છદ્મસ્થ પુરુષો તો ન દેખી શકે અને તેના આધારે તેઓ સંયતાદિનો નિર્ણય ન કરી શકે.. તેઓ માટે તો બાહ્ય વેષ એ જ સંયતાદિ માનવામાં પ્રમાણ બને.. એટલે પ્રત્યેકબુદ્ધાદિ પણ બાહ્યવેષ સ્વીકારે અને પછી જ શક્ર વગેરે તેમને વંદન કરે. (૪) (પંચકલ્પભાષ્ય શ્લોક-૧૪૬૪, જીવાનુશાસન શ્લોક-૧૭૪)
વેષ વિના પણ વંદન કરવામાં દોષ શું? એ વાતને જણાવે છે -
શ્લોકાર્થ - પ્રત્યેકબુદ્ધ જ્યાં સુધી ગૃહલિંગી અથવા અન્યલિંગી હોય, ત્યાં સુધી દેવો પણ તેમને પૂજે નહીં કે જેથી કુલિંગ પૂજ્ય ન બની જાય. (૫)
વિવેચનઃ- જે પ્રત્યેકબુદ્ધ ગૃહસ્થલિંગ કે તાપસ વગેરે અન્ય લિંગમાં કેવલજ્ઞાન પામ્યા હોય, તેમને જો તે અવસ્થામાં જ દેવો આવીને પૂજે, તો જોનાર લોકોને લાગે કે - “આ ગૃહસ્થવેષ કે તાપસ વગેરેનો વેષ અત્યંત પૂજનીય છે.” અને આવું લાગવાથી તેઓ તે વેષનું જ મહત્ત્વ રાખે.. જેનાથી ઉન્માર્ગનું સર્જન થાય. તેઓ એવું ન સમજે કે - “દેવો કેવળજ્ઞાનનું મહત્ત્વ આપી રહ્યા છે અને એ કેવલજ્ઞાનનું કારણ તેમના પરિણામ જ છે, તાપસ વગેરેનું લિંગ નહીં.. ઇત્યાદિ..”
એટલે તેઓને સાધુવેષ અપાય, પછી દેવો વંદન કરે અને તેનાથી “સાધુવેષ કેટલો મહત્ત્વપૂર્ણ છે' એવું લોકોને સમજાય અને લોકો પણ તે માર્ગે આગળ વધે..
વિશેષાવશ્યકભાષ્યમાં જૈણાવ્યું છે કે “સાધુનો વેષ તો છેક કેવળજ્ઞાનનું કારણ છે, એટલે તે અત્યંત પૂજનીય છે, કુલિંગ વગેરે નહીં.' (શ્લોક-૩૨૯૩)
એટલે વેષ હોય, તો જ વંદન થાય, તે વિના નહીં.(૫) (પંચકલ્પભાષ્ય શ્લોક-૧૪૬૬, જીવાનુશાસન શ્લોક-૧૭૫)
સાર-પાર્થસ્થાદિને વેષ હોવાથી કારણે વંદન થાય અને પશ્ચાત્કૃતને વેષ ન હોવાથી વંદન થાય નહીં. એટલે પૂર્વપક્ષે આપેલી આપત્તિ (પશ્ચાત્કૃતને પણ વંદન કરવાની આપત્તિ) આવતી નથી. (કારણ કે પશ્ચાદ્ભૂતને વેષ નથી.)
હવે આ વિશે પૂર્વપક્ષી નવો તર્ક રજૂ કરે છે -
નનું – "जीवे सम्मग्गमोइण्णे घोर-वीरतवं चरे । अचयंतो इमे पंच कुज्जा सव्वं निरत्थयं ।।१६८।।
-- - - - - -- - ન વૈવતં તિવિ હો તં માતાવિન તો 1 मणिलिंगमंगभावं भवेज्जाइ जओ तेण तं पुज्जं ॥३२९३॥" (विशेषावश्यकभाष्यम्)
–