________________
६४
गुरुतत्त्वसिद्धिः
पयमक्खरं पि जो एगं सव्वण्णूहिं पवेदियं ।
ण रोज्ज अण्णा भासे, मिच्छद्दिट्ठी स निच्छियं । । १७१ । । एवं नाऊण संसग्गिं दरिसणालावसंथवं ।
संवासं च हियाकंखी सव्वोवाएहिं वज्जए । । १७२ ।। " इत्यादि ।
--- ગુરુગુણરશ્મિ --
ભાવાર્થ + વિવેચન :- મહાનિશીથસૂત્રમાં સંસર્ગને છોડવાના અધિકારમાં જ વચ્ચે આ ગાથાઓ આવે છે કે જેનાથી ઉત્સૂત્રપ્રરૂપક પાર્શ્વસ્થાદિનો જ નિષેધ થાય છે. સન્માર્ગપ્રરૂપક પાર્શ્વસ્થાદિનો નહીં.. જુઓ તે ગાથાઓ -
(૧) સર્વજ્ઞ ભગવંતે બતાવેલો માર્ગ બધા દુઃખોને નાશ કરનાર છે, પણ શાતાગારવથી (સુખશીલતામાં આસક્તિના સંસ્કારથી) ભારે થયેલા મૂઢ જીવો, અન્યથા કહીને (=સૂત્રના અર્થને ઊંધો બતાવીને) તે સર્વજ્ઞના માર્ગને છોડી દે છે.. (શ્લોક-૨/૧૭૦)
(૨) જે વ્યક્તિ સર્વજ્ઞએ બતાવેલા પદાર્થોમાંથી એક પદ કે અક્ષરમાત્રની પણ અરુચિ રાખે અને તેની અન્યથા (સૂત્રના યથાર્થ આશયને છોડીને ઊંધા-ચત્તા અર્થોને બતાવવારૂપે) પ્રરૂપણા કરે, તે મિથ્યાર્દષ્ટિ છે – એવું નિશ્ચિત્ત સમજવું.. (શ્લોક-૨/૧૭૧)
(૩) આ પ્રમાણે જાણીને (=ઉત્સૂત્રપ્રરૂપકો અનર્થનું કારણ છે - એવું જાણીને ) હિતાકાંક્ષી જીવે – તેમનો સંસર્ગ, તેમનું દર્શન, તેમની સાથે બોલવું, તેમની સ્તુતિ કરવી, તેમની સાથે રહેવું.. આ બધું સર્વ ઉપાયોથી છોડી દેવું.. (શ્લોક-૨/૧૭૨)
આ જ વાત સંબોધપ્રકરણમાં પણ જણાવી છે કે –“આ પ્રમાણે જાણીને હિતાકાંક્ષી જીવ કુશીલોના સંગનો, તેમની પ્રશંસાનો, અને તેમની સાથે રહેવાનો સર્વ ઉપાયોથી ત્યાગ કરે છે..’ (શ્લોક-૫૦૬)
સાર એટલો જ કે, મહાનિશીથસૂત્રમાં જે દર્શન-આલાપાદિનો નિષેધ કર્યો છે, તે ઉત્સૂત્રપ્રરૂપક પાર્શ્વસ્થાદિને લઈને સમજવો.. (સન્માર્ગપ્રરૂપક ગીતાર્થ પાર્શ્વસ્થાદિને લઈને નહીં..) એટલે કા૨ણે તેવા ગીતાર્થ પાર્શ્વસ્થાદિ પાસે જ્ઞાનગ્રહણ વગેરે કરવામાં કોઈ બાધ જણાતો નથી..
હવે ગ્રંથકારશ્રી મહાનિશીથસૂત્રની જ વાત (પાર્શ્વસ્થનું દર્શનમાત્ર પણ ન કરવું - એ વાત )
* પણ બાકીના પદાર્થો પર રુચિ રાખતો હોય, તો પણ મિથ્યાર્દષ્ટિ ? હા જરૂર ! કારણ કે બાકીના પદાર્થો ‘પરમાત્માએ કીધા છે, એટલે ગમે છે’ – એવું નથી, પણ પોતાની બુદ્ધિમાં બેસે છે, પોતાને અનુકૂળ છે, એટલે ગમે છે. અને એકાદ-બે પદાર્થો પોતાની તુચ્છ બુદ્ધિમાં જતા નથી, અનુકૂળ નથી, માટે જ ગમતા નથી.. આવા વર્તન દ્વારા હકીકતમાં તેણે પરમાત્માની આજ્ઞાને નહીં, પણ પોતાની ઇચ્છાને જ પ્રધાન બનાવી છે. અને આજ્ઞાનિરપેક્ષ રહીને સ્વચ્છન્દ રહેવાપણું, પોતાની ઇચ્છાને પ્રધાન બનાવીને વર્તવાપણું એ જ મિથ્યાત્વનું ચિહ્ન છે.. (બાળ ૬ અવવંતો હ્માણ્ડા ળફ સેમં) આ વિષયમાં ઘણું વિચારવું.
શ્રી ‘ä નાગનું સંનિ, સીતાળ ૬ સંથવું ।
संवासं च हियाकंखी, सव्वोवाएहिं वज्जए ||५०६ ॥ ' इति सम्बोधप्रकरणे ।