________________
५६
गुरुतत्त्वसिद्धिः
જો પશ્ચાત્કૃત પાસે આલોચના લેવાની હોય, તો પહેલાં તેને સાધુનો વેષ પહેરાવીને ઇવરસામાયિક ( થોડા કાળ પૂરતું સામાયિક) આપવું અને પછી તેની પાસે વિધિ પ્રમાણે આલોચના લેવી..
હવે જો પાર્શ્વસ્થ, સારૂપિક કે પશ્ચાદ્ભૂત કોઈ ન હોય, તો..
(૭) જ્યાં મુનિસુવ્રતસ્વામી કે વર્ધમાનસ્વામી વગેરે ભગવાન સમવસર્યા હોય, ત્યાં તીર્થંકરગણધરો વડે ઘણા જીવોને અનેક પ્રકારનું પ્રાયશ્ચિત્ત અપાયું હોય છે. અને તે અપાતાં પ્રાયશ્ચિત્તો, ત્યાં રહેલી દેવતા વડે દેખાયા હોય છે.. એટલે ત્યાં જઈને સમ્યક્તધર દેવતાની આરાધના માટે અક્રમ કરવો અને તેનાથી ખેંચાઇને આવેલ દેવતાની આગળ ઉચિત આદરપૂર્વક આલોચના લેવી.. અને તે દેવતા પછી યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત આપે છે..
હવે ધારો કે જૂની દેવતા અવી ગઈ હોય ને બીજી નવીદેવતાએ તીર્થકરને ન જોયા હોય, તો પણ તે નવી દેવતાની આરાધના માટે અઠ્ઠમ કરવો.. અને તેનાથી ખેંચાઈને આવેલી તે દેવતા કહે છે કે - “હું મહાવિદેહમાં તીર્થકરને પૂછીને આવું..” અને પછી તે તીર્થકરને પૂછી આવીને સાધુને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત આપે છે..
હવે તેવી દેવતા પણ ન હોય, તો..
(૮) અરિહંત ભગવાનની પ્રતિમાની આગળ તે વ્યક્તિ પોતાના દોષો જણાવે.. અને તે પોતે પ્રાયશ્ચિત્ત આપવામાં કુશળ હોવાથી પોતાના દોષોને ઉચિત જે પ્રાયશ્ચિત્ત આવે, તેને સ્વીકારે છે.. હવે જો તેવી પ્રતિમા પણ ન હોય, તો..
(૯) પૂવદિ દિશાને અભિમુખ રહીને, તે દિશામાં અરિહંત-સિદ્ધની કલ્પના કરીને તેમની પાસે આલોચના લે, અને પ્રાયશ્ચિત્ત આપવામાં કુશળ એવો તે વ્યક્તિ પોતે જ પોતાના દોષોને ઉચિત યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત સ્વીકારે. આવી રીતે પ્રાયશ્ચિત્તને સ્વીકારતો પણ શુદ્ધ જ છે, કારણ કે તે શાસ્ત્રોક્ત વિધિએ પ્રવર્તે છે.. (જીતકલ્પ શ્લોક-૧૨, દ્રવ્યસતતિકા-૧૨).
ફલિતાર્થ - કારણે પાર્થસ્થ પાસે પણ આલોચના લેવાનું કહ્યું છે. હવે જો આલોચના લેવાય, તો જ્ઞાનપ્રણાદિતો સુતરાં કરી શકાય. એટલે કારણે પાર્થસ્થાદિ પાસે જ્ઞાન લેવું, આવશ્યકવિધિ શીખવી - એ બધું કરી જ શકાય છે. અને તેવું કરવામાં તેઓને વંદનાદિ પણ કરાય જ. એટલે “પાર્થસ્થાદિને વંદન કોઈપણ અપેક્ષાએ ન જ કરાય એવો એકાંત ન પકડવો..
હવે આ વિશે પૂર્વપક્ષી બીજી આપત્તિ આપે છે, તેનું નિરાકરણ કરવા સાથે ગ્રંથકારશ્રી જણાવે
ननु एवं पश्चात्कृतादीनामपि वन्द्यत्वं स्यात्, तेषामपि आलोचनाधिकारेऽधिकृतत्वात्, नैवं, तेषां साधुवेषाभावात् । साधुवेषाभावे हि प्रत्येकबुद्धादिरपि न वन्द्यः स्यात्, किं पुनरितरः ?