________________
गुर्जरविवेचनसमन्विता
५७
- ગુરુગુણરશ્મિ - ભાવાર્થ - પૂર્વપક્ષ - આવું માનવામાં તો પશ્ચાદ્ભૂત વગેરે પણ વંદનીય થાય, કારણ કે આલોચનાના અધિકારમાં તેઓ પણ અધિકૃત છે. ઉત્તરપક્ષ - ના, કારણ કે તેઓની પાસે સાધુવેષ નથી અને સાધુવેષના અભાવમાં પ્રત્યેકબુદ્ધ વગેરે પણ વંદનીય ન થાય, તો બીજાની શું વાત?
* સાધુવેષ વિના વંદન નહીં* વિવેચન :- પૂર્વપક્ષ :- જો આલોચનાના અધિકારમાં પાર્થસ્થાદિ સંભળાતા હોવાથી તેમની પાસે જ્ઞાનગ્રહણ-વંદનાદિ કરી શકાતાં હોય, તો પશ્ચાદ્ભૂતને પણ વંદન કેમ ન કરી શકાય? આલોચનાના અધિકારમાં તો તેઓનો પણ નામનિર્દેશ કર્યો છે જ. અને તો તેમની પાસે પણ જ્ઞાનપ્રહણ-વંદનાદિ થઈ જ શકે ને?
આ રીતે પાર્થસ્થાદિને વંદન કરવા જતાં તો, પશ્ચાદ્ભૂતાદિને ( સાધુવેષછોડી દીધેલા ગૃહસ્થાદિને) પણ વંદન કરવાની આપત્તિ આવી..
ઉત્તરપક્ષ - આવી આપત્તિ ન આવે, કારણ કે પશ્ચાદ્ભૂત વગેરેએ સાધુવેષ છોડી દીધો છે અને સાધુવેષ ન હોવાથી તેમને વંદન થાય નહીં..
અરે! સાધુવેષ ન હોય તો પ્રત્યેકબુદ્ધ કે યાવત્ કેવલજ્ઞાનીઓ પણ વંદન કરાતા નથી, તો પશ્ચાત્કૃત વગેરેની તો શું વાત?
જો કોઈક ગૃહસ્થ-અવસ્થામાં બોધ પામે, પ્રત્યેકબુદ્ધ થાય તો દેવો પહેલાં તેમને સાધુવેષનું અર્પણ કરે, તેઓ વેષને સ્વીકારે, ને પછી દેવસહિત બધા લોકો તેમને વંદન કરે.. એટલે અત્યંત ઊંચી અવસ્થા પામવા છતાં પણ વેષ વિના તેમને વંદન થતા નથી, તો પછી વેષ વગરના પશ્ચાત્કતને વંદન શી રીતે થાય?
વેષ આટલો બધો કેમ પ્રમાણ? તે આશંકાનું સમાધાન કરતું ઉપદેશમાલાનું વૈચન છે કે –
“વેષ ધર્મનું કારણ હોવાથી મુખ્ય છે.. વેષ ચારિત્રધર્મનું રક્ષણ કરે છે. વેષથી જીવ કુંકાર્યો કરતાં લજ્જા પામે કે – હું સાધુ છું. જેમાં રાજા લોકોને ઉન્માર્ગથી અટકાવે છે, તેમ વેષ ઉન્માર્ગમાં પડતાંને અટકાવે છે..” (શ્લોક-૨૨)
હવે ગ્રંથકારશ્રી, “સાધુવેષ હોય તો જ વંદનાદિ થાય એ વાતને રજૂ કરતી પંચકલ્પભાષ્યની ગાથાઓ જણાવે છે -
यदुक्तं श्रीपञ्चकल्पे - एवं तु दवलिंगं भावे समणत्तणं तु णायव्वं । को उ गुणो दवलिंगे भण्णति इणमो सुणसु वोच्छं ।।१४६१।।
જ “ધH રવ વેસો, સંજ વેસેળ વિવિઘોષિ મહં.
उम्मग्गेण पडतं, रक्खइ राया जणवउ व्व ॥२२॥' (उपदेशमाला)