________________
गुरुतत्त्वसिद्धिः
“જીવ અનાદિ અનંત છે, અને સંસારમાં રહેલો જીવ પાસસ્થાદિએ આચરેલા પ્રમાદ વગેરે ભાવોથી ભાવિત બને છે.. આથી તે જીવ સંસર્ગદોષના પ્રભાવે તરત જ પ્રમાદ વગેરેથી ભાવિત થઈ જાય છે..” (શ્લોક-૭૩૫) (સંબોધપ્રકરણ શ્લોક- ૪૪૭)
,,
ઓઘનિયુક્તિમાં કહ્યું છે કે -
५२
“(નદીનું) મધુર પાણી અને સાગરનું પાણી એ બે ક્રમથી ભેગા થયા. તેમાં સંસર્ગદોષના પ્રભાવે મધુર પાણી ખારું બની ગયું.” (શ્લોક-૭૭૭) (આવશ્યકનિયુક્તિ-૧૧૩૧, સંબોધપ્રકરણ શ્લોક
,,
૪૪૮)
આવા અનેક શાસ્ત્રપાઠો, દાખલા-દલીલો, યુક્તિ-પ્રયુક્તિઓથી પાસસ્થાદિ હીનાચાર વ્યક્તિઓની સાથે જ્યારે આલાપાદિનો પણ નિષેધ કર્યો હોય, ત્યારે તેઓ પાસે ભણવા જવું, આવશ્યકની વિધિ શીખવી..એ બધું શી રીતે યોગ્ય ગણાય ?
* સુવિહિત સાધુઓ પાસે જ જ્ઞાનાદિ લેવું *
ઉત્તરપક્ષઃ- તમારી વાત બરાબર છે, કારણ કે જીવ નિમિત્તવાસી હોવાથી પાર્શ્વસ્થાદિના સંગના પ્રભાવે તેની આત્મમલિનતા થાય જ..
એટલે જ આવું શાસ્ત્રીય વિધાન છે કે - જો પાર્શ્વસ્થાદિ કરતાં અધિકગુણવાળા, શાસ્ત્રવિહિત આચારમાં કુશળ, જ્ઞાનપરિણતિસંપન્ન એવા સુવિહિત સાધુઓ મળતા હોય, તો તેઓની પાસે જ જ્ઞાન લેવું વગેરે કલ્પે. . તે વખતે પાર્શ્વસ્થાદિની પાસે જ્ઞાનગ્રહણ કે આવશ્યકવિધિને શીખવા વગેરેનો વ્યવહાર કરે, તો તે યોગ્ય નથી જ. તેવું કરવામાં ઉપર બતાવેલા શાસ્ત્રોક્ત દોષો આવે જ..
* સુવિહિતસાધુઓના અભાવમાં પાર્શ્વસ્થાદિ પાસે વિવેકપૂર્વક જ્ઞાનગ્રહણાદિ
હવે ઘણી તપાસ કર્યા પછી પણ જો તેવા સુવિહિત સાધુઓ ન મળે, તો છેવટે પાર્શ્વસ્થાદિ પાસે જ્ઞાન લેવું, આવશ્યકવિધિને શીખવું વગેરે યોગ્ય જ છે.. કારણ કે તેમાં આગમ વચન પ્રમાણ છે. . (ગ્રહણ
* जह नाम महुरसलिलं, सागरसलिलं कमेण संपत्तं । पावेइ लोणभावं, मेलणदोसाणुभावेण ॥७७७॥
* અહીં એક વાતની સ્પષ્ટતા આવશ્યક જણાય છે કે – અપવાદમાર્ગ અવસ્થાવિશેષને લઈને હોય છે. એટલે તેવી અવસ્થા સર્જાય, ત્યારે જ તે અપવાદમાર્ગનું સેવન કરવાનું હોય છે, તે સિવાયની અવસ્થામાં પણ તેનું સેવન કરાય, તો તે અપવાદ, અપવાદ ન રહેતાં ઉન્માર્ગ બની જાય છે. શિથિલાચાર બની જાય છે.
દા.ત. આધાકર્મ ન જ વપરાય - એ ઉત્સર્ગમાર્ગ છે. પણ ગ્લાનાદિ અવસ્થાવિશેષમાં આર્તધ્યાન ન થાય એ માટે આધાકર્મ વાપરવું – એ અપવાદમાર્ગ છે.. હવે ગ્લાનાદિ અવસ્થા ન હોય, છતાં આસક્તિ-પ્રમાદ વગેરેના કારણે આધાકર્મ વાપરવાનું ચાલુ રહે, તો તે પ્રક્રિયા અપવાદમાર્ગ ન રહેતાં ઉન્માર્ગ બની જાય છે.
પ્રસ્તુતમાં - પાર્શ્વસ્થાદિની સાથે આલાપાદિ ન કરવા, તેમનો સંગમાત્ર પણ ન કરવો - એ ઉત્સર્ગ છે. હવે સુવિહિત સાધુઓ ન મળે, તો સાવ જ સાધનામાર્ગથી અજ્ઞાત ન રહી જવાય તે માટે પાર્શ્વસ્થાદિ પાસે બાહ્ય-વંદનાદિપૂર્વક જ્ઞાન લઈને પણ આત્મહિત સાધવું – એ અપવાદ છે. (ચાલુ...)