________________
गुर्जर विवेचनसमन्विता
તેમાંથી એકને પોતાને ત્યાં લઈ ગયો, તે પર્વતની પલ્લીમાં મોટો થયો હોવાથી ‘ગિરિશુક’ તરીકે ઓળખાતો.. સંગ-અનુસારે તે ક્રૂરપરિણામવાળો થયો..
બીજો પોપટ પુષ્પસમૃદ્ધ તાપસના આશ્રમમાં મોટો થયો હોવાથી ‘પુષ્પશુક’ નામે જાણીતો થયો.. એક વખતે વિપરીત શિક્ષાવાળા ઘોડાએ, વસંતપુર નામના નગરથી કનકકેતુ રાજાને હરણ કરીને ભિલ્લની પલ્લી પાસે ખેંચી લાવ્યો.. ત્યારે મ્લેચ્છની બુદ્ધિથી ભાવિત થયેલા પોપટે રાજાને જોયો.. અને તરત જ બોલાવા લાગ્યો કે –“અરે ! ભિલ્લો ! અહીં ઘરે બેઠા જ રાજા આવી ગયો છે, તેને જલ્દી પકડો..”
५१
ત્યારે રાજાએ વિચાર્યું : ‘જ્યાં પક્ષીઓ પણ આવા છે, તે દેશ દૂરથી જ છોડવા યોગ્ય છે.’ એવું માનીને રાજા ત્યાંથી ભાગી તાપસના આશ્રમે આવી પહોંચ્યો. . તેને જોઈને તરત જ પુષ્પશુક બોલ્યો કે “અરે, તાપસકુમારો ! ચાર આશ્રમોના ગુરુ એવા રાજા અતિથિરૂપે આવી રહ્યા છે, તેમને જલ્દી આસન આપો. . એમની બરાબર સારસંભાળ કરો..’’ – આ પ્રમાણે તાપસોને ઉત્સાહિત કર્યા, તેઓએ રાજાને ભોજન કરાવ્યું અને ખેદ દૂર કરાવ્યો.. રાજાએ ગિરિશકનું વૃત્તાંત પુષ્પશુકને જણાવ્યું..
ત્યારબાદ એક જાતિમાં ઉત્પન્ન થવા છતાં બંને વચ્ચે આટલું આંતરું કેમ ?” એવું પૂછતાં, પુષ્પશુકે જણાવ્યું કે -“અમારા માતા-પિતા એક છે. . પણ મને મુનિ અહીં લાવ્યા અને તેને ભિલ્લ લઈ ગયો. તે ક્રૂર શિકારીઓની વાણી સાંભળીને તેમના સંપર્કથી કડવું બોલતાં શીખ્યો.. અને હું મુનિપુંગવોની વાણી સાંભળીને મધુર બોલતાં શીખ્યો.. આ પ્રમાણે સંગના પ્રભાવે દોષો અને ગુણો ઉત્પન્ન થયા. .’’
ત્યારે ખુશ થયેલા રાજાએ કહ્યું કે “પાણીનું ટીપું તપેલા લોખંડ પર પડે, ત્યારે તેનું અંશમાત્ર પણ અસ્તિત્વ ન રહે.. કમળ પર પડતા તે મોતી જેવું દેખાય.. ને છીપમાં પડતા મોતી જ બની જાય. . આમ બહુધા જઘન્ય-ઉત્કૃષ્ટભેદે ગુણો, સહવાસથી થાય છે.. આંબો અને લીમડો બંનેનાં મૂળિયાં ભેગાં થાય, તો લીમડાના સંસર્ગથી આંબો વિનાશ પામીને કડવો થઈ જાય છે, પણ લીમડો કદી આંબાના સહવાસથી મધુર ન બને..’’ (શ્લોક-૨૨૭)
આના પરથી સ્પષ્ટ જણાય છે કે, પાર્શ્વસ્થાદિ શિથિલાચારીઓનો કુસંગ અંશમાત્ર પણ કરવો જોઈએ નહીં.. અન્યથા તેમના દુર્ગુણોથી સારો વ્યક્તિ પણ દૂષિત થઈ જાય છે..
ઉપદેશમાલામાં તો પાસસ્થાદિના પ્રભાવે છેક ધર્મથી ભ્રષ્ટ થઈ જવા સુધીના દોષો કહ્યા છે.
જુઓ –
“પાસત્યાદિની મધ્યે રહેવામાં સુસાધુ બલાત્ (અનિચ્છાએ) પણ કુસંગના પ્રભાવે પરસ્પર વાતચીતમાં પડે છે. ને (હર્ષના ઉછાળામાં એની સાથે) હસવાનું – ખીલવાનું થાય છે, એમાં રોમાંચ અનુભવે છે, એથી વ્યાકુળ થાય છે, અર્થાત્ ધર્મ-સ્વૈર્યથી ભ્રષ્ટ થાય છે.” (શ્લોક-૨૨૪) પંચવસ્તુકમાં પણ કહ્યું છે કે –
* अन्नुन्नजंपिएहिं हसिउद्धसिएहिं खिप्पमाणो य । पासत्थमज्झयारे, बलाऽवि जई वाउली होई ॥२२४॥ जीवो अनाइनिहणो, तब्भावणभाविओ य संसारे । खिप्पं सो भाविज्जइ, मेलणदोसाणुभावेण ॥७३५॥