________________
गुरुतत्त्वसिद्धिः
->
“ચંડાળને સિંહાસને બેસાડીને શ્રેણિક રાજાએ એની પાસે વિનયપૂર્વક વિદ્યાની પ્રાર્થના કરી, એ પ્રમાણે સાધુજને શ્રુતજ્ઞાનનો (શ્રુતદાતાનો) વિનય કરવો જોઈએ..” (શ્લોક-૨૬૬)
નિષ્કર્ષ :- એટલે શ્રુતજ્ઞાન આપનાર ગુરુ જો પાસ્થાદિ હોય, તો તેમને પણ વંદન-નમસ્કારાદિ કરવા – એ ઉચિત હોઈ આદરણીય જ છે..
હવે આ વિશે પૂર્વપક્ષ-ઉત્ત૨૫ક્ષ જણાવે છે –
O
ननु तत्रैव
आलावा संवासो, वीसंभो संथवो पसंगो य ।
રૂ।.
ઢોળાયારેતિ સમ, સવ્યનિખિલેäિ પડિકો इति वचनाद्यैः सह आलापाद्यपि त्यज्यते, तेषां पार्श्वे ज्ञानग्रहणादि कथं युज्यते ? उच्यते यदि तेभ्योऽधिकगुणाः साधवो लभ्यन्ते तदा न युज्यते एव तेषां पार्श्वे ज्ञानग्रहणादि । तदभावे तु तेषामपि पार्श्वे ज्ञानग्रहणादि युक्तमेव, आगमप्रामाण्यात् ।
-
-00
-
- ગુરુગુણરશ્મિ --
ભાવાર્થ :- પૂર્વપક્ષ :- ‘આચારહીનોની સાથે આલાપ, સંવાસ, વિશ્રંભ, સંસ્તવ અને પ્રસંગ - આ બધું સર્વજિનેશ્વરો દ્વારા નિષેધ કરાયું છે' - એવા ત્યાંનાં વચનથી જ જેઓની સાથે આલાપ વગેરે પણ છોડવાનો છે, તેઓની સાથે જ્ઞાન લેવાદિરૂપ વ્યવહાર શી રીતે યોગ્ય ગણાય ?
ઉત્તરપક્ષ - કહેવાય છે - જો તેઓ કરતા અધિક ગુણવાળા સાધુઓ મળતા હોય, તો તેઓની પાસે જ્ઞાન લેવાદિનો વ્યવહાર યોગ્ય નથી જ. પણ તેવા સાધુઓના અભાવમાં તેઓની પાસે પણ જ્ઞાન લેવાદિનો વ્યવહાર યોગ્ય જ છે, કારણ કે તેવું કરવામાં આગમવચન પ્રમાણ છે.
--
--
વિવેચન :- પૂર્વપક્ષ :- તમે ઉપદેશમાલાના આધારે પાસસ્થાદિની પાસે ભણતી વખતે વંદનાદિ ક૨વાનું જણાવ્યું.. પણ ઉપદેશમાલામાં જ પાસસ્થાદિ સાથે સંગ કરવાનો પણ નિષેધ કર્યો છે. . જુઓ એ ઉપદેશમાલાનું વચન -
“આચારહીનોની સાથે વાતચીત, એક મકાનમાં સહવાસ, મનમેળ-વાતવીસામો, પરિચયસંસ્તવ, અને પ્રસંગ (=વસ્ત્રાદિ લેવા-દેવાનો વ્યવહાર) એ બધા જિનેશ્વરોએ નિષેધ કર્યો છે..” (શ્લોક-૨૨૩) (સંબોધપ્રકરણ શ્લોક-૪૫૦)
પાસસ્થાદિ ખરાબનો સંગ છોડવા માટે, ઉપદેશમાલામાં ગિરિશક અને પુષ્પશુકનું સરસ ઉદાહરણ આપ્યું છે. તે આ પ્રમાણે –
* ખરાબ સંગના પ્રભાવનું દૃષ્ટાંત *
કાદંબરી અટવીમાં એક વડલાના ઝાડ પર એક જ મેનાના બે જોડીયા પોપટ હતા.. એક મ્લેચ્છ